India

મોબાઈલમાં વાત કરતા કરતા નર્સે મહિલાને 2 વાર રસી આપી દીધી અને પછી…

દેશભરમાં હાલ કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ઉત્તર પ્રદેશમાં કોરોના ની રસી આપવા મામલે મોટી બેદરકારી સામે આવી છે. કાનપુરમાં રસીકરણ કેન્દ્ર પર ફરજ પર હાજર નર્સે એક મહિલાને 2 વખત રસીનો ડોઝ આપી દીધી હતો.

મળતી માહિતી મુજબ એએનએમ નર્સ ફોન પર વાત કરી રહી હતી તે વાતચીતમાં એટલી મગ્ન થઈ ગઈ કે મહિલાને 5 મિનિટના ગાળામાં બે વાર રસી આપી દીધી હતી. બનાવની જાણ થતા જ જીલ્લાના ડીએમ એ તપાસના આદેશ આપ્યા હતા.જ્યારે મહિલા કમલેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી અપાવવા પહોંચી ત્યારે એએનએમ ફોન પર વાત કરી રહી હતી. તે દરમિયાન તેણે એકવાર રસી આપી અને થોડીવાર રહોને ફરી તે આવી અને તે જ મહિલાને બીજી વાર રસી આપી દીધી.

જ્યારે મહિલાએ રસીકરણ કેન્દ્રના સ્ટાફને રસીના ડોઝ વિશે પૂછ્યું, ત્યારે બધાએ એક સમયે એક ડોઝ નું જ કહ્યું. જ્યારે મહિલાએ રસી બે વાર લગાવવાની વાત જણાવી હતી, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ કાર્યવાહીમાં લાગી ગયો હતો અને તેઓએ મહિલાને 2 કલાક નિરીક્ષણ હેઠળ રાખી હતી. સારી વાત એ છે કે આ સમય દરમિયાન મહિલાને કોઈ તકલીફ ન થઇ.

જ્યારે મહિલાના પરિવારજનોને આ બેદરકારીની ખબર પડી ત્યારે તેઓ રોષે ભરાયા હતા. મામલો અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે કાનપુરના ડી.એમ.એ જિલ્લાના સીએમઓને આ કેસની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. હાલમાં જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્રોમાં સ્ટાફ ને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Back to top button