AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: ઠક્કરનગરમાં રહેતા મનસુખભાઈએ સવારે રસી લીધી, સાંજે શ્વાસ લેવામાં તકલીફ થઇ અને 2 મિનીટમાં જ મોત, પુત્ર એ કહ્યું મેં પિતા ગુમાવ્યા રસી સેફ નથી

સમગ્ર દેશમાં હાલ કોરોના સામે લડવા આમતે રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ લોકો કોરોના ની રસી અપાવી રહ્યા છે અને ઘણા લોકોને સામાન્ય આડઅસરો થઇ હોય તેવું પણ સામે આવ્યું છે જો કે અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા મનસુખભાઈ એ કોરોના રસી લીધા બાદ 12 કલાકમાં જ મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

રસી લીધા બાદ મનસુખભાઈ નું મોત થતા પરિવારજનોએ કહ્યું કે તેમણે સવારે રસી લીધી હતી અને સાંજે શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. ગણતરીની મીનીટમાં જ તેમનું મોત થઇ ગયું હતું. રસી લીધા બાદ પિતા નું મોત થતા હવે તેમના પુત્ર અને પત્નીએ રસી ન લેવાનું નક્કી કર્યું છે.

મૃતકના પુત્ર અભિષેક ગેડિયા એ કહ્યું કે તેઓ મૂળ સુરતના છે પણ નોકરી અમદાવાદ હોવાથી અહી રહે છે. માતા-પિતા સુરત રહે છે પણ પિતાને દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં બાયપાસ સર્જરી કરાવી હતી. જે માટે અમદાવાદ આવવાનું થતું હોવાથી તેઓ 3 મહિનાથી અહી જ સાથે રહેતા હતા. હાલમાં કોરોના ના કેસ વધતા હતા એટલે માતા-પિતાએ રસી લેવાનું વિચાર્યું હતું.

2 એપ્રિલે તેઓ વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી અપાવવા ગયા હતા જ્યાં તેમણે બાયપાસ સર્જરી કરાવી છે તેના રીપોર્ટ પણ બતાવ્યા હતા. સેન્ટર ખાતે ડોકટરે કહ્યું હતું કે તેઓ રસી આપવી શકે છે. રસી અપાવીને પિતા નોકરી પર જતા રહ્યા હતા અને માતા ઘરે જ હતા.

પિતા સાંજે આવ્યા તો થોડું તાવ જેવું હતું અને મોડી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. બાદમાં ગણતરીની મિનીટમાં જ તેમનું મોત થઇ ગયું હતું. મનસુખભાઈ ને કોઈ અન્ય બીમારી પણ ન હતી, બાયપાસ સર્જરી ના રીપોર્ટ જોઇને ડોકટરે રસી આપવાનું કહ્યું હતું છતાં જીવ ગુમાવતા હવે પરિવારના અન્ય 2 સભ્યોએ રસી ન લેવાનું નક્કી કર્યું છે.

Back to top button