India

નક્સલી હુમલો: ચારે બાજુથી ગોળીબાર થતો હતો, SI દીપક શર્મા સાથીઓને બચાવતા હતા ત્યારે જ બ્લાસ્ટ થયો અને…

શનિવારે નક્સલીઓ એ સીઆરપીએફ અને 700 પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા અને બસ્તરના બીજાપુરમાં તેમના પર હુમલો કર્યો હતો. જેમાં સબ ઈન્સ્પેક્ટર દીપક અને છત્તીસગઢ પોલીસની ટીમ પણ શામેલ હતી. દીપકે પોતાની ચિંતા કર્યા વગર પોતાના સાથીઓને ફાયરિંગથી બચાવવા આગળ વધ્યા હતા. આ દરમિયાન તેમની નજીક એક વિસ્ફોટ થયો હતો અને તે શહીદ થઈ ગયા.

નક્સલવાદીઓ દ્વારા થયેલા આ મોટા હુમલાની વાત ત્યાં હાજર વ્યક્તિએ કરી છે.તેમણે કહ્યું કે નકસલવાદીઓએ અચાનક અમારા પર ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારા કેટલાક સાથીઓ ઘાયલ થયા. અમે ઈજાગ્રસ્તોને વચ્ચે રાખ્યા હતા અને નક્સલવાદીઓને ગોળીઓથી ઘેરી લેવાનું શરૂ કર્યું હતું. દીપક સાહેબ સતત અમને બધાને ફાયરીંગથી બચાવી રહ્યા હતા. 4-5 જવાનોને બચાવતા સમયે તેઓ આઈઈડી બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા અને તેમનો જીવ ગયો.

ભારે ફાયરિંગ થયા બાદ અને નક્સલવાદીઓથી ઘેરાયેલા હોવા છતાં છત્તીસગઢ પોલીસના સબ ઈન્સ્પેક્ટર દિપક હિંમત હાર્યા ન હતા. તેઓ બહાદુરીથી લડતા લડતા સૈનિકોને મદદ કરતા રહ્યા. દીપક જાંજગીર જિલ્લાના પિહ્રિડ ના રહેવાસી હતા. આ અગાઉ તેઓ નક્સલવાદીઓની વચ્ચે જીને ઘણા ઓપરેશન પાર પાડી ચુક્યા હતા.

દીપક નક્સલવાદીઓ સાથે ના એન્કાઉન્ટરમાં તેની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ફાયરિંગ કર્યા પછી જવાન પાછા ફર્યા અને જાણવા મળ્યું કે દીપક સહિત કેટલાક સાથી ગાયબ હતા. દીપકના પરિવારના સભ્યોને પણ આ માહિતી આપવામાં આવી હતી. તેના પિતા રાધેલાલ ભારદ્વાજ અને માતા પરમેશ્વરી તાત્કાલિક બીજાપુર જવા રવાના થયા હતા. દિપક વિશે બપોર સુધી કાંઈ ખબર નહોતી. જ્યારે બેકઅપ ટીપ ટેરેમ પોલીસ સ્ટેશન વિસ્તારના જીવનાગુડા વિસ્તારમાં પહોંચી ત્યારે દીપકની લાશ ઝાડ નજીકથી મળી આવી હતી.

દીપકના પિતા પુત્રના મૃતદેહ ને વળગી ગયા હતા અને આંખોમાંથી વહેતા આંસુ એક ક્ષણ માટે પણ અટક્યા નહીં. એન્કાઉન્ટરમાં સામેલ સૈનિકો તેમને પ્રોત્સાહિત કરતા રહ્યા, પરંતુ તેઓને એ પણ ખબર હતી કે પિતાની પીડા તેની સામે કંઈ નથી. લાંબા સમય પછી દિપકના પિતા રાધેલાલે જાંજગીરના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી.

તેમણે ફોન પર કહ્યું કે હોળી પહેલા પુત્ર સાથે વાત કરી હતી. કહ્યું કે તે અત્યારે ખૂબ વ્યસ્ત છે, તેથી તે વાત કરી રહ્યો નથી. મારો પુત્ર ખૂબ જ સરસ હતો, હું બરબાદ થઈ ગયો. મારો પુત્ર હવે નથી. નક્સલવાદીઓએ તેની હત્યા કરી. મને કંઈ સમજાતું નથી સાહેબ હું તમારી સાથે વધુ વાત કરી શકીશ નહી.

Tags
Back to top button