India

મહારાષ્ટ્રમાં લોકડાઉન: શનિ-રવિ બધું જ બંધ, બાકીના દિવસોમાં પણ લોકડાઉન જેવા જ નિયમો

મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.શનિવારે રાજ્યમાં 49,447 કેસ સામે આવ્યા હતા. આ આંકડો રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલ દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના કેસનો કુલ આંકડો 29.53 લાખ પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં 9 એપ્રિલથી શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી દર શનિ-રવિ લોકડાઉન રહેશે.આ સમય દરમિયાન બસો, ટ્રેનો, ટેક્સી સહિતની જરૂરી સેવાઓ અને પરિવહનને મંજૂરી આપવામાં આવશે. રાજ્યના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે આની સાથે 5૦ થી વધુ લોકોના એકઠા થવાની મનાઈ રહેશે.

સરકારી કચેરીઓ 50% ક્ષમતા પર કાર્ય કરશે. ખાનગી વાહનોને 50% બેઠક ક્ષમતા પર દોડવાની મંજૂરી આપવામાં આવશે. દિવસ દરમિયાન ટ્રેનો દોડશે, પરંતુ રિક્ષામાં 1 ડ્રાઈવર અને 2 લોકોની છૂટ છે. ટેક્સી 50% મુસાફરો સાથે જ ચાલશે. બસોમાં ઉભા રહીને મુસાફરી નહી થાય.મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે રેસ્ટોરન્ટમાં પ્રતિબંધ ના દિવસે માત્ર ખાદ્ય અને પાર્સલ સેવાઓ જ આપવામાં આવશે. કર્મચારીઓએ કચેરીઓ માટે ઘરેથી કામ કરવું પડશે.

બગીચાઓ, દરિયાકિનારા, ગેટવે ઓફ ઈન્ડિયા અને અન્ય સ્થળો સહિત ખુલ્લા સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ રહેશે. વધતા જતા ચેપને કારણે મહારાષ્ટ્રમાં 1 થી 8 ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે શનિવારે જણાવ્યું હતું કે 1 થી 8 ના વર્ગના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના પાસ થશે. આગામી ઓર્ડર સુધી તમામ શાળાઓ પણ બંધ રહેશે.

Back to top button