CrimeIndiaNews

માનવતાની તમામ હદો પાર કરી આ યુવકે 10 માં ધોરણની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યો,

પશ્ચિમ યુપીના મેરઠમાં સરથાણા ગેંગરેપના મુખ્ય આરોપીએ કોર્ટમાં હાજર રહેવા જતા ભાગી જવાની કોશિશ કરી હતી,ત્યારબાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી.ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જણાવી દઈએ કે પીડિત યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હકીકતમાં,દસમા ધોરણની વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં,મેરઠનો સરથાણા પોલીસ મથક બંને આરોપી લખન અને વિકાસને આજે કોર્ટમાં હાજર કરવા લઈ રહ્યો હતો,જ્યારે લખને પોલીસ કર્મચારીની બંદૂક છીનવીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો,ત્યારબાદ જેને પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે ગેંગરેપના બંને આરોપીઓ-લખન અને વિકાસની ધરપકડ કરતી વખતે અને તેમને કોર્ટમાં લઈ જતાં તેઓએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવી લીધી હતી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે વધુ માહિતી આપી હતી કે આ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.

મેરઠ પોલીસના મોનિટરિંગ વિભાગ અને સરથાણા પોલીસ મથકના અધિકારીઓની ટીમ તેમને કોર્ટમાં લઈ જવા માટે સામેલ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન લખને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું,ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ પણ ગોળીબાર કર્યો હતો.આરોપી લખન એક ગોળીથી ઘાયલ થયો હતો,ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો.પોલીસને તેમના પગમાં ગોળી વાગી છે.

આ ઘટના અંગે મેરઠ એસપી કેશવ કુમારે જણાવ્યું હતું કે,”આજે બંને આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા,તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની બંદૂક છીનવી આરોપીઓ નાસી છૂટયા હતા.એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.તેઓ પકડાયા હતા.આ ઇજાગ્રસ્ત આરોપી લખનની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તમને જણાવી દઇએ કે ગુરુવારે,દસમા ધોરણના વિદ્યાર્થી પર ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો.પોલીસે ગેંગરેપના બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે હજુ ફરાર છે.તે જ સમયે,પીડિત વિદ્યાર્થીનું હોસ્પિટલમાં મોત થયું હતું.પીડિતાના સબંધીઓએ પણ આરોપ લગાવ્યો હતો કે તેને ઝેરી પદાર્થ ખાવાની ફરજ પડી હતી,જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

એક પરીવારના સભ્યએ નોંધાવેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે યુવતી બપોરના લગભગ 3.30 વાગ્યે ટ્યુશન માટે ઘરેથી નીકળી હતી અને બપોરના 5.15 વાગ્યે પરત આવી હતી અને તેના માતા-પિતાને દુષ્કર્મ અને હુમલો વિશે જણાવી રહી હતી.એફઆઈઆરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.રિપોર્ટ અનુસાર ગેંગરેપનો આરોપી લખન તેની સાથે ટ્યુટરિંગમાં અભ્યાસ કરતો હતો.મેરઠ પોલીસે દુષ્કર્મ અને અન્ય આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે,પરંતુ યુવતીના ઘરેથી સુસાઇડ નોટ મળી હોવાનું પુષ્ટિ પણ કરી છે.પોલીસે જણાવ્યું કે આ કેસની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button