GujaratSouth GujaratSurat

સુરત: વેન્ટીલેટર ની કમી, મહાનગરપાલિકાએ વેન્ટીલેટર લેવા માટે કચરાની ગાડી મોકલી

ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં હવે 24 કલાકમાં કુલ કેસનો આંકડો 3000 ને પાર કરી ગયો છે.તે જ સમયે ફરી એકવાર સુરતમાં સૌથી વધુ 724 નવા કેસ નોંધાયા છે. જેના કારણે સુરતની સિવિલ હોસ્પિટલોમાં વેન્ટિલેટરની તંગી સર્જાઇ છે.

વેન્ટિલેટરની તંગી જોઈને રાજ્ય સરકારે 34 વેન્ટિલેટરને વલસાડ શહેરથી મોકલવાનો આદેશ આપ્યો હતો. જો કે સરકારી તંત્રનું વિનાશક વલણ પણ અહીં જોવા મળ્યું હતું. સુરત મહાનગર પાલિકાએ વેન્ટિલેટર લેવા માટે કચરો ઉપાડનાર વાહન મોકલ્યું હતું જેમાં ૩૪ વેન્ટીલેટર આવ્યા હતા. લોકો રસ્તા પર આ દ્રશ્યો જોતા રહી ગયા હતા.

વલસાડ ના તંત્ર એ પણ સુરત ની જેવું જ કર્યું હતું.કારણ કે હોસ્પિટલમાંથી વેન્ટિલેટર ઉપાડીને કચરો ઉપાડનાર વાહનમાં ભરી દેવામાં આવ્યા હતા. જવાબદાર અધિકારીઓએ એ પણ ન જોયું કે મશીનો ને યોગ્ય રીતે ઢાંકીને મોકલીએ.

Back to top button