સુરત: વીજળીનો તાર મહિલાના ગળા પર પડ્યો, પતિ ની સામે જ તડપી તડપી ને થયું મોત
સુરત જિલ્લાના ભાઠા ગામમાં આજેસવારે એક પરિણીત મહિલા પર ઇલેક્ટ્રિક વાયર તૂટી પડ્યો હતો. તારમાં કરંટ હોવાને કારણે તેની પકડમાં આવેલી મહિલા તેના પતિની નજર સામે જ પીડાદાયક રીતે મોતને ભેટી. પતિ પતિ ફક્ત મદદ માટે અવાજ કરી રહ્યો હતો પણ તારમાં કરંટ હોવાથી તે મદદ ન કરી શક્યો. બાદમાં લાગ્ભ્ફ 30 મિનીટ પછી વીજળી વિભાગના લોકો પહોચ્યા હતા.
મૃતક મહિલા ભાવનાના પતિ કનુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે ભાવના ઘર ના આંગણમાં સફાઇ કામ કરતી હતી ત્યારે જ ઇલેક્ટ્રિક વાયર તૂટીને તેને તેના ગળા પર પડ્યો હતો. કનુભાઇ ભાવનાની ચીસો સાંભળીને તેની તરફ દોડી ગયા, પરંતુ તેઓ ભાવનાને મદદ કરી શક્યા નહીં. ગણતરીની મીનીટમાં જ તેનું મોત થઇ ગયું હતું.
કનુભાઇ રાઠોડે જણાવ્યું હતું કવીજ વાયર લગભગ 20-25 વર્ષ જુનો છે. છેલ્લા બે વર્ષમાં તે 3-4 વખત તૂટી ગયો છે. દર વખતે વીજળી વિભાગના કર્મચારી આવતા પણ તેને બદલતા ન હતા. આ જ કારણે આ અકસ્માત થયો હતો. વીજળી વિભાગની બેદરકારી એ હદે હતી કે મહિલાનું મોત થયા પછી પણ 30 મીનીટે તેઓ પહોચ્યા હતા. આટલા સમય સુધી તારમાં કરંટ ચાલુ જ હતો.