GujaratMadhya GujaratVadodara

વડોદરા: ગમખ્વાર અકસ્માતમાં કાર કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા, એક બાળકનો બચાવ

વડોદરા જિલ્લાના પાદરામાં સરસવણી ગામ નજીક રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્ટીઅરિંગ પરથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું અને કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં એક મહિલા સહિત બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટના બાદ બે ક્રેનની મદદથી કારને કાપ્યા બાદ મૃતદેહો ને બહાર કઢાયા હતા.

શનિવારે રાત્રે પાદરા-કરજણ રોડ પર સરસવણી ગામ નજીક આ બનાવ બન્યો હતો. જેના કારણે ત્રણ લોકો કારમાં જ ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી. જેમણે સ્થાનિકોની મદદથી બે જેસીબી મશીન બોલાવ્યા હતા અને કાર કાપ્યા બાદ બે મૃતદેહો અને બચેલા બાળકને બહાર કઢાયો હતો.

કારમાં સવાર મહિલા સહિત બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકનું નામ ઝુબેરભાઇ બંજારા, ઘાંચી રેશ્માબેન અને ઘાયલ બાળકનું નામ ઘાંચી અતિક છે.

Back to top button