India

ભારતના આ જવાન ને સલામ: નક્સલીઓએ ફાયરીંગ કર્યું, સાથીઓ ને માર્યા, પણ સંદીપ હાર્યા નહી, દેશભરમાં ફોટો વાયરલ

છતીસગઢ ના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા કરાયેલા હુમલામાં અનેક જવાનો શહીદ થયા છે અને એનેક ઘાયલ થયા છે. ઘાયલ સંદીપ દ્વિવેદી એ કહ્યું કે સુકમા જિલ્લાના બોર્ડર વિસ્તારના બીજપુર અને જોનાગુડા વિસ્તારમાં અમે શનિવારે રાત્રે આઠ વાગ્યે શુક્રવારે રાત્રે આખી રાત ચાલ્યા હતા.નક્સલવાદીઓએ અમારા ઉપર ગોળીબાર કર્યો.

અમે તેમને યોગ્ય જવાબ પણ આપ્યો. અમારા સાથીઓ એ જબરદસ્ત બહાદુરી બતાવી, નક્સલીઓએ અમને ઓચિંતામાં ફસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે આગળ વધ્યા. સીઆરપીએફની કોબ્રા ટીમના સેકન્ડ ઈન કમાન્ડ અધિકારી સંદીપે મીડિયાને આખી ઘટના અંગે જણાવ્યું હતું.આ હુમલામાં સંદીપ ઘાયલ થયા છે. તેમના જમણા હાથ પર પાટો છે અને પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, પરંતુ ચહેરા પર સ્મિત અને જોશ એવો જ છે.

વાતચીત દરમિયાન પણ તેઓ હસતા હતા અને કોઈ એ એ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા દેશભરમાં વાયરલ થઇ ગયો.બીજાપુરમાં શનિવારે એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓએ સંદીપ સહીત ના જવાનો પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર અને બોમ્બ ના ધડાકા વચ્ચે સંદીપ આગળ વધી રહ્યા હતા. જેમાં ઘાયલ થયેલા સંદીપ ને પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ સંદિપ દ્વિવેદીને પણ મળ્યા હતા.સંદીપ હોસ્પીટલના બેડ પર હતા અને અમિત શાહ આવતા જ તેઓ બોલ્યા.. હેલો સર, શાહે કહ્યું- હિંમત રાખો તમારો હાથ બચી જશે. શાહે પૂછ્યું કે તમે ક્યાંથી છો? સંદીપે કહ્યું- સર યુપી, તે સમયે ગૃહપ્રધાન શાહે કહ્યું- ડોક્ટર પર વિશ્વાસ છે તેમે જલ્દી સાજા થઇ જશો.

સંદીપે વધુમાં કહ્યું કે અમારા સાથીઓએ તેમનું વર્તુળ તોડ્યું હતું. સૈનિકોની બહાદુરીને લીધે અમે એક મહિલા નક્સલવાદીની લાશને બહાર કાઢવામાં સફળ થયા, નહીં તો નક્સલવાદીઓ લાશ ને પણ ન લઇ જવા દેત. નક્સલવાદીઓ આ એન્કાઉન્ટર માટે સંપૂર્ણ તૈયાર હતા, અમને ઇનપુટ્સ મળી રહ્યા હતા કે તેમના મોટા સેનાપતિ લાંબા સમયથી તે વિસ્તારમાં છે. તેમની યોજના મોટી હતી. પરંતુ અમે તેમને નિષ્ફળ બનાવી.

Tags
Back to top button