AhmedabadGujaratMadhya Gujarat

કોરોના હવે બાળકોમાં પણ ફેલાઈ રહ્યો છે: અમદાવાદમાં એક અઠવાડિયામાં 3 બાળકોના કોરોનાથી મોત, 11 હજુ દાખલ

3 children die of corona in a week in Ahmedabad

અમદાવાદમાં હવે કોરોના બાળકોમાં પણ ફેલાઈ રહ્યો છે જેથી સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદ સિવિલમાં છેલ્લા અઠવાડિયામાં જ ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે જ્યાં 11 બાળકો દાખલ છે અને 2 ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

ડોકટરો પણ કહે છે કે હવે કોરોના બાળકોમાં ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે. બાળકોમાં લોહીનું પરિભ્રમણ અટકી જવું અને શ્વશનતંત્ર ની તકલીફ પણ થઇ રહી છે.અમદાવાદમાં કોરોના ના કેસ ખુબ જ વધી રહ્યા છે. પહેલા મોટી ઉમરના લોકોને જ ચેપ લાગતો હતો જયારે હવે બાળકોમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે અને બાળકોના મોત પણ થઇ રહ્યા છે.

ચાંદલોડિયાના 8 વર્ષના બાળકનું મોત ગઈકાલે થયું હતું.મેમનગરના જનકપુરી વિસ્તારની 7 વર્ષીયબાળકીનું 2 દિવસ પ્જ્હેલા મોત થયું હતું.ગત મહીને પણ એક બાળકનું મોત થયું હતું. બાળકોમાં ભૂખ ઓછી થવી, ચીડિયાપણું, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો દેકાહી રહ્યા છે. મોટાભાગે માતાપિતા દ્વારા જ બાળકોને ચેપ લાગી રહ્યો છે જે હવે જોખમી સાબિત થઇ રહ્યું છે.

સુરતમાં પણ 13 વર્ષીય બાળકનું કોરોનાથી મોત થતા લોકો ચિંતિત બન્યા છે. સુરતના મોટા વરાછા ના ધ્રુવ કોરાટ ને કોરોના ના કોઈ લક્ષણો ન હતા. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા ના 5 જ કલાકમાં તેનું મોત થઇ ગયું હતું.

Back to top button