લાપતા જવાનની પત્ની નો આક્રંદ: પીએમ મોદી જેમ કમાન્ડર અભિનંદન ને પાકિસ્તાનથી પરત લાવ્યા તેમ મારા પતિ ને પણ નક્સલીઓની કેદમાંથી છોડાવે
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદી હુમલામાં 22 સૈનિકો શહીદ થઇ ગયા છે. કેટલાક સૈનિકોના ગાયબ થયાના સમાચાર પણ છે. તેમાંથી એક સીઆરપીએફ કમાન્ડો રાકેશ્વરસિંહ મનહસ છે, જે જમ્મુ જિલ્લાના બરનાઈ વિસ્તાર ના છે. તે સીઆરપીએફની કોબ્રા બટાલિયનનો જવાન છે. 35 વર્ષિય રાકેશ્વર બે વર્ષથી છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારોમાં ફરજ પર છે. તે અનેક નક્સલ વિરોધી કામગીરીનો એક ભાગ રહ્યો છે.
રાકેશ્વરના પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેમને સલામત રીતે શોધવામાં આવે. તેમની પત્ની કહે છે કે જેમ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના કબજામાંથી પરત લાવ્યા હતા તે જ રીતે તેમના પતિને પણ પાછા લાવવા જોઈએ. શનિવારે નક્સલી હુમલો થયા બાદ પરિવાર સતત રાકેશ્વરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પરિવારનું કહેવું છે કે તેઓને રવિવાર સવારથી કંઇક અયોગ્ય બાબતની આશંકા હતી. સીઆરપીએફ મુખ્ય મથક સાથે સતત સંપર્ક કરવા છતાં રાકેશ્વર ક્યાં છે તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી. ત્યારે અચાનક એક સ્થાનિક પત્રકારનો ફોન આવ્યો અને તેણે માહિતી આપી કે રાકેશ્વર નક્સલવાદીઓના કબજામાં છે અને સલામત છે. જો કે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રાકેશ્વરનો પરિવાર જમ્મુના બાહ્ય બરાનાઇ વિસ્તારમાં રહે છે. પુત્ર ગુમ થયાના સમાચાર મળવાથી પરિવારના સભ્યો ચિંતિત છે. તેમની પત્ની અને 6 વર્ષની પુત્રીઓ પણ શોકમાં છે.