India

22 જવાનોનો જીવ લીધા પછી સરકાર ને વાતચીત માટે આમંત્રણ આપ્યું, નક્સલીઓ સરકાર પાસે શું ઈચ્છે છે જાણો

છત્તીસગઢના બીજાપુરમા નક્સલવાદીઓ સાથે ના એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ થયા હતા. નક્સલવાદીઓ દાવો કરી રહ્યા છે કે સીઆરપીએફ કોબ્રા સ્કવોડના કમાન્ડો રાકેશ્વરસિંહ મનહર તેમના કબજામાં છે. તેને છૂટા કરવાના બદલામાં નક્સલવાદીઓ સરકાર ઉપર વાટાઘાટો કરવા દબાણ કરી રહ્યા છે. નકસલવાદીઓએ સરકારને મધ્યસ્થી માટે ના લોકોનાં નામ જાહેર કરવાની માંગ કરી છે. હવે સવાલ એ છે કે નક્સલવાદીઓ સરકાર સાથે વાત કેમ કરવા માગે છે? ચાલો કારણો જાણીએ..

બની શકે છે કે નક્સલીઓ ખુફિયા જાણકારી મેળવવા માંગતા હોય. નક્સલવાદીઓ ફોર્સ ની ગતિવિધિ, કેમ્પ ની સ્થિતિ, સૈનિકોની સંખ્યા, ખાવા અને સૂવાનો સમય, સર્ચ ઓપરેશન વિષે જાણવા માંગતા હોય.

પોલીસ બસ્તરની જાણીતી નક્સલી હિડમાને નિશાન બનાવીને એક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નક્સલવાદીઓ હિડમાને બચાવવા માટે આ બધું કરી રહ્યા છે તેવું પણ માની શકાય. તેને બીજા રાજ્યમાં મોકલવા માટે સેફ રસ્તો શોધતા હોય.દાંતેવાડાના એસપી અભિષેક પલ્લવાએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અગાઉ પણ બની છે.

નક્સલવાદી દળો જવાનને પકડીને બ્રેઇન વોશ કરવાનો પ્રયાસ કરે છે. તેઓને નોકરી છોડવા, ઘરે પાછા ફરવાની ફરજ પાડે છે.બસ્તરના આઈજી સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં નક્સલવાદીઓ ગામમાં રહેતા તેમના સાથીઓની મદદ લે છે. તેથી રાકેશ્વર ગામમાંથી જ કોઈના ઘરે હોય શકે છે.

નક્સલવાદીઓએ 2 પાનાની પ્રેસ નોટમાં લખ્યું છે કે ઓગસ્ટ 2020 માં ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં જ એન્કાઉન્ટર સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. રાયપુર તેનું કેન્દ્ર બન્યું. રાષ્ટ્રીય વિશેષ સુરક્ષા સલાહકાર કે વિજય કુમારે ઓક્ટોબરમાં 5 રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

નક્સલવાદી અભિયાન માટે ઇન્ચાર્જ આઈજી સુંદરરાજ પી. ડીજી અશોક જુનેજાની વિશેષ અધિકારી તરીકે નિમણુંક કરાઈ.નક્સલવાદીઓએ પ્રેસ નોટમાં કહ્યું કે અમે વાટાઘાટો માટે તૈયાર છીએ, પરંતુ સરકાર પ્રામાણિક નથી. પોલીસ પાછળ હટે તો જ વાતચીત સંભવ છે.

Back to top button