GujaratRajkotSaurashtra

રાજકોટમાં કોરોના વિસ્ફોટ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પરિવારમાં જ આવ્યા આટલા બધા કેસ

છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોના ના કેસ ધીમે ધીમે વધી રહ્યા હતા જો કે આજે રાજકોટમાં કોરોના નો વિસ્ફોટ થયો છે.સીએમ વિજયભાઈ રૂપાણી ના પરિવારમાં જ 5 લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે. જ્યાં મુખ્યમંત્રીના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં આઈસોલેટ થયા છે અને ભત્રીજા અનિમેશ રૂપાણી રાજકોટમાં છે.

રાજકોટમાં 24 કલાકમાં 19 દર્દીઓનાં મોત થયા ના અહેવાલ છે. જો કે ડેથ ઓડીટ કમિટી આખરી નિર્ણય કરે તે પછી જ સાચો આંકડો જાહેર થાય છે.મૃત્યુ ની સંખ્યા વધતા તંત્ર પણ હાલ ચિંતિત છે.આજે રાજકોટમાં 325 કેસ નોંધાયા હતા.રાજકોટ ના ગામડાઓમાં પણ હવે કોરોના ફેલાઈ રહ્યો છે.

રાજકોટ ના જસદણમાં કોરોનાના 36 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથે એક્ટીવ કેસ પણ વધ્યા છે. શહેરની હોસ્પિટલોમાં કુલ 1464 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ તંત્ર બેડમાં પણ વધારો કરી રહ્યું છે. રાજકોટમાં હાલ 444 બેડ ખાલી હોવાની માહિતી છે.

Back to top button