IndiaNews

સરકાર તરફથી 10 કરોડ લોકોને 3 મહિના માટે ફ્રી ઇન્ટરનેટનો દાવો કર્યો,જાણો શું છે હકીકત,

આજે,દરેક હાથમાં સ્માર્ટફોન છે અને તેને ચલાવવા માટે ઇન્ટરનેટની આવશ્યકતા છે.જો તમને ત્રણ મહિના માટે અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે,તો પછી દરેક જણ આ ઑફરનો લાભ લેવા માંગશે.ખરેખર,એક વોટ્સએપ સંદેશ દાવો કરી રહ્યો છે કે ભારત સરકાર 3 કરોડ યુઝર્સને 3 મહિના માટે મફત ઇન્ટરનેટ પ્રદાન કરી રહી છે.

આ વાયરલ સંદેશ એવી રીતે લખવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થાય.કારણ કે દાવો કરવામાં આવી રહ્યો છે કે 3 મહિના લોકોને ઑનલાઇન અભ્યાસ માટે સરકાર તરફથી 10 કરોડ લોકોને ઇન્ટરનેટ સુવિધા મફત મળશે.વોટ્સએપ પર વાયરલ થયેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે 100 મિલિયન યુઝરોને ઑનલાઇન અભ્યાસ માટે મફતમાં ત્રણ મહિનાના રિચાર્જ યોજના આપવાનું વચન આપ્યું છે.

આ સંદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘જો તમારી પાસે જિઓ,એરટેલ અથવા Vi નું સિમકાર્ડ છે,તો તમે આ ઑફરનો લાભ લઈ શકો છો.મને ફ્રીચ રિચાર્જ મળ્યું,તમે પણ કરી શકો છો.વોટ્સએપ પર આ મેસેજ સાથે એક url આપવામાં આવ્યો છે,અને એવું લખ્યું છે કે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને રિચાર્જ મેળવી શકાય છે.

આ ઓફર પણ એપ્રિલ 2021 સુધી માન્ય હોવાનું જણાવાયું છે.પરંતુ વાયરલ સંદેશ એકદમ બનાવટી છે.PIBFactCheck માં આ દાવાને બનાવટી ગણાવ્યો છે.ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.સરકારની હકીકત તપાસ એજન્સી પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ સંદેશની તપાસ કરવામાં આવી છે.

પીઆઈબી ફેક્ટ ચેકએ તેના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વાયરલ થયેલા સંદેશની વાસ્તવિક સત્ય વિશે માહિતી આપી છે.પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે તેને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો નકલી છે.પીઆઈબીએ કહ્યું કે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પીઆઇબીફેક્ટ ચેક જણાવે છે કે સરકારની આવી કોઈ યોજના નથી,જે અંતર્ગત 10 કરોડ લોકોને 3 મહિનાથી મફત ઇન્ટરનેટ સેવાઓ મળી રહી છે.તેથી સંદેશ સાથે આપવામાં આવેલી લિંક પર ક્લિક ન કરો.કદાચ તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

Back to top button