GujaratSouth GujaratSurat

સુરત: 13 વર્ષના ધ્રુવ કોરાટનું કોરોનાથી મોત, કોઈ લક્ષણો ન હતા, રીપોર્ટ પોઝીટીવ આવ્યો એના 5 કલાકમાં જ મોત

ગુજરાતમાં હવે કોરોના મામલે સ્થિતિ ગંભીર બની રહી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કોરોના ના કેસમાં ખુબ જ વધારો થયો છે.કોરોના ના નવા સ્ટ્રેઈન ના ફેલાવા બાદ હવે લક્ષણો પણ બદલાયા છે અને બાળકોને પણ ચેપ લાગી રહ્યો છે.સુરતના મોટા વરાછાના 13 વર્ષીય ધ્રુવનું સાચી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થયું હતું. બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણો પણ ન હતા. સુરતમાં કોરોના ને કારણે સૌથી નાની વય ના બાળકનું મોત થયું છે.

મોટા વરાછામાં ડી-માર્ટ નજીક ભવાની હાઇટ્સમાં રહેતા ભાવેશભાઇ કોરાટનો 13 વર્ષીય પુત્ર ધ્રુવ રવિવારે સંપૂર્ણ સ્વસ્થ હતો. કોરોનાના સામાન્ય લક્ષણો ત્યાં ન હતા. ધ્રુવને કોઈ સમસ્યા નહોતી. રવિવાર બપોર પછી અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. એન્ટિજેન રેપિડ ટેસ્ટ કરાવ્યો તો પોઝીટીવ આવ્યો.તબિયત નબળી હોવાના કારણે તેને સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પાંચ કલાક પછી બપોરે 1 વાગ્યે ધ્રુવનું અવસાન થયું.

આ ઉપરાંત અન્ય 10 વર્ષનો બાળક પણ વેન્ટિલેટર પર છે. કોરોના બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય એક 10 વર્ષના બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળક નો એન્ટિજેન રેપિડ ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ઉત્પન્ન ન થવાની સમસ્યા હતી અને તેની સારવાર ચાલી રહી હતી. રવિવારે સાંજે તેને હોસ્પિટલ લઇ જવાયો હતો અને તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. ડોકટરે કહ્યું કે બાળકની માતા ને પણ બોલાવી લો, પિતા માતાને લેવા ગયા અને સાંજે આવ્યા તો ધ્રુવ દુનિયામાં રહ્યો ન હતો.

Back to top button