ધ્યાન રાખજો: અમદાવાદમાં પહેલા દાદા કોરોના પોઝીટીવ આવ્યા અને પછી આખું ઘર…
રાજ્યમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાં પણ અમદાવાદ અને સુરતની હાલત ગંભીર બનતી જણાઈ રહી છે.અમદાવાદ શહેરમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 3 બાળકોના કોરોના ના કારણે મોત પણ થયા છે.
જો ઘરમાં એક કેસ પોઝીટીવ આવે તો ઘરના અન્ય સભ્યો પણ પોઝીટીવ આવે તેવું ઘણીવાર બની ચુક્યું છે. અમદાવાદમાં પણ આવું જ બન્યું છે. જેમાં પહેલા દાદાને કોરોના નો ચેપ લાગ્યો અને બાદમાં પૌત્ર અને હવે ઘરના બધા જ સભ્યો નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
સ્મૃતિ મોહંતી અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં તેના સાસુ-સસરા અને પુત્ર સાથે રહે છે. પુત્રનો કોરોના રીપોર્ટ 4 દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હતો. પહેલા તેને તાવ આવ્યો હતો પણ વાયરલ ઇન્ફેકશન સમજીને 2 દિવસ દવા લીધી ન હતી.બાદમાં બીજા દિવસે સાસુ ને પણ તાવ આવ્યો જેથી ચિંતા વધી હતી. બાદમાં પુત્રને ફરી તાવ આવતા ડોક્ટર પાસે લઇ ગયા હતા અને દવા લીધી હતી.
પુત્ર પણ એકદમ અશક્ત થઇ ગયો હતો અને બાદમાં સ્મૃતિ ને પણ તાવ આવ્યો. હવે ઘરના દરેક સભ્યો ને તાવ આવતા આખરે કોરોના નું ટેસ્ટીંગ કરાવ્યું હતું. જેમાં પુત્ર સહીત દરેકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. જેથી દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કે જે લોકો ઘરની બહાર જતા હોય અને અન્ય લોકોના સીધા સંપર્કમાં આવતા હોય.