India

નક્સલીઓએ બંધક બનાવેલા કમાન્ડો રાકેશ્વર સિંહનો ફોટો જાહેર કરીને કહ્યું, તે અમારી પાસે સુરક્ષિત છે

બીજપુર એન્કાઉન્ટર બાદ લાપતા થયેલા જવાન રાકેશ્વરસિંહ નક્સલવાદીઓના કબજામાં છે. નકસલવાદીઓએ તેનો એક ફોટો જાહેર કર્યો છે. જેમાં સીઆરપીએફની કોબ્રા બટાલિયનનો રાકેશ્વર નક્સલવાદીઓ ની છાવણીમાં બેઠો જોવા મળે છે. તે બીજાપુરમાં એન્કાઉન્ટર બાદ ગુમ થયો હતો.

નકસલવાદીઓએ કહ્યું છે કે રાકેશ્વર સલામત છે. રાકેશ્વરના જગારાગુંડા વિસ્તારમાં હોવાના સમાચાર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જવાનને જે સ્થાને રખાયો છે તે પહાડો, ગામ અને જંગલની આસપાસ છે.નક્સલવાદીઓ સતત દાવો કરી રહ્યા છે કે રાકેશ્વર તેમના કબજામાં છે. અગાઉ નક્સલવાદીઓએ વોટ્સએપ કોલ કર્યો હતો અને મીડિયાને કહ્યું હતું કે આ જવાન તેમની સાથે જ છે.

એક દિવસ પહેલા નક્સલવાદીઓએ એક પ્રેસ નોટ જારી કરી હતી કે સરકારે વાટાઘાટ માટે મધ્યસ્થીઓના નામનો ઉલ્લેખ કરવો જોઇએ, ત્યારબાદ તેઓ જવાન ને પરત કરશે.મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે આજે બુધવારે કોરોના ચેપની સમીક્ષા માટે કેબિનેટની બેઠક બોલાવી છે. આ દરમિયાન નક્સલવાદીઓ સાથે વાતચીત કરવા મધ્યસ્થીઓના નામ પર ચર્ચાના સંકેતો પણ મળી રહ્યા છે. ગૃહમંત્રી તમરા ધ્વજ સાહુએ મંગળવારે કહ્યું કે તેમણે નક્સલવાદીઓનો પત્ર જોયો નથી, પરંતુ સાંભળ્યો છે. આ અંગે મુખ્યમંત્રી સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.

સીઆરપીએફના ડીજી કુલદીપસિંહે કહ્યું હતું કે અમારો એક જવાન ગુમ છે, તે અફવા છે કે તે નક્સલવાદીઓના કબજામાં છે, હમણાં આપણે આ સમાચારની પુષ્ટિ કરી રહ્યા છીએ અને જવાન ને પરત લાવવા માટે ઓપરેશનની પણ યોજના બનાવી રહ્યા છીએ.

Back to top button