ડોકટરો ની ચેતવણી: કોરોના ની રસી લેતા પહેલા આવું ન કરતા નહી તો….
કોરોનાવાયરસના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધવા માંડ્યા છે. જો કે રસીના કારણે લોકો રાહતનો શ્વાસ લેતા થયા છે અને રસીકરણ પણ ભારતમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. ભારત સહીત વિશ્વમાં રસી લીધા બાદ ઘણા લોકોમાં આડઅસરો પણ જોવા મળી છે. ડોક્ટરોએ રસી લેતા પહેલા અમુક વસ્તું નું ધ્યાન રાખવાનું કહ્યું છે.
દુખાવા ની કોઈ દવા ન લેવી: લોકો હળવા દુખાવામાં ઘણી વાર સામાન્ય પેઇન કિલર લેતા હોય છે પરંતુ જો તમને રસી લેવાની ઇચ્છા હોય તો, 24 કલાક પહેલાં કોઈ પણ પ્રકારની દુખાવા ની દવા ન લેવી જોઈએ. ડોકટરો કહે છે કે પીડાની કેટલીક સામાન્ય દવાઓ રસી પ્રત્યે ઈમ્યુન સીસ્ટમ રિસ્પોન્સ ઘટાડી શકે છે. તેથ રસી લેતા પહેલા એવી દવા લેવી જોઈએ નહી, રસી લીધા બાદ દુખાવા માટે તે લઇ શકાય છે.
દારૂ ન પીવો: રસી નો ડોઝ લેવાનો હોય એ પહેલા દારૂ ન પીવો જોઈએ. ડોકટરો કહે છે કે આલ્કોહોલ ડિહાઇડ્રેશન અને હેંગઓવરનું કારણ બની શકે છે, જે રસીને બેઅસર કરી શકે છે. રસી અપાવતા પહેલા પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
મોડી રાત સુધી ન જાગવું: રસી લેતા પહેલા આગલી રાતે મોડા સુધી ન જાગવું જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સારી અને સંપૂર્ણ નિંદ્રા મેળવીને શરીરની રોગપ્રતિકારક શક્તિ રસીને સારો પ્રતિસાદ આપે છે. રસી લેતા પહેલા જ નહીં પણ રસીના અપાવ્યા ના દિવસે પણ સારી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો: રસી લીધા પછી બેદરકારી ન કરવી જોઈએ. કોઈપણ રસી ઈમ્યુન સીસ્ટમ બનાવવા માટે સમય લે છે, તેથી આ સમય દરમિયાન બેદરકારી ન રાખો. માસ્ક પહેરો, કામ વગરની મુસાફરી કરવાનું ટાળો, ગીચ સ્થળોએ ન જશો, સામાજિક અંતરને અનુસરો, સ્વચ્છતા જાળવો અને રસીના બંને ડોઝ લેવાનું ભૂલશો નહીં.
રસી અપાયા પછી ઉતાવળ ન કરો: રસી અપાયા પછી હોસ્પિટલની બહાર આવવા ઉતાવળ ન કરો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રસી લીધા પછી ઓછામાં ઓછા 15 મિનિટ સુધી તે જ સ્થાન પર રહેવું જોઈએ. જો તમને કોઈ ગંભીર આડઅસર દેખાય તો તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો.
એલર્જીવાળા લોકોએ ધ્યાન રાખવું: જે લોકોને કોઈ દવાથી એલર્જી હોય છે, તે લોકોએ રસી લેતા પહેલા ડોક્ટર ની મંજૂરી લેવી જોઈએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સલાહ આપી છે કે જેને પણ કોવિસિલ્ડ રસીના કોઈપણ ઘટકોથી એલર્જી છે તેને આ રસી ન લેવી જોઈએ.
સગર્ભા સ્ત્રીઓએ રસી ન લેવી જોઈએ: સગર્ભા અથવા સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રસી ન લેવી જોઈએ કારણ કે આ લોકો પર કોઈ ક્લિનિકલ ટ્રાયલ થઈ નથી.