GujarathealthIndia

ધૈર્યરાજસિંહ રાઠોડ માટે 42 દિવસમાં જ ભેગા થઇ ગયા 16 કરોડ રૂપિયા, મુંબઈમાં ઈલાજ થશે અને અમેરિકાથી આવશે ઇન્જેક્શન

એક દુર્લભ રોગથી પીડિત ગુજરાતના મહીસાગર ના કાનેસર ગામમાં રહેતા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે 16 કરોડ, 6 લાખ, 32 હજાર 884 રૂપિયા ફક્ત 42 દિવસમાં જ ભેગા થઇ ગયા છે. ત્રણ મહિનાનો ધૈરરાજસિંહ કરોડરજ્જુની એસએમએ-1 (SMA-1)નામની બીમારી સામે લડી રહ્યો છે. આ રોગ તેના જન્મથી જ છે.

આ રોગના નિદાન પછી રાઠોડ પરિવારને ડોકટરો દ્વારા એક વર્ષમાં 16 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું જેથી આ પૈસા અમેરિકાથી આવતા ઇન્જેક્શન માટે વાપરી શકાય. આ માટે સમગ્ર ગુજરાતમાં તમામ સમજના લોકો આગળ આવ્યા હતા અને બે લાખથી વધુ દાતાઓની ઉદારતાને લીધે 42 દિવસમાં જ 16.6 કરોડ રૂપિયા જમા થઇ ગયા છે.

ધૈર્યરાજ ને મદદ કરવા માટે તેના પિતાના નામે ખોલવામાં આવેલા બેંક ખાતામાં તે રૂપિયા જમા કરાયા છે. 7 માર્ચે ધૈર્યરાજ ની સારવાર માટે એનજીઓના સહયોગથી ખોલવામાં આવેલા બેંક ખાતામાં 16 લાખ રૂપિયા હતા. 6 એપ્રિલ 2021 સુધીમાં આ આંકડો 16 કરોડને પાર કરી ગયો છે.

પૈસાની વ્યવસ્થા થયા બાદ હવે ધૈર્યરાજ ની સારવાર મુંબઇમાં કરવામાં આવશે.બાદમાં તે પોતાનું જીવન યોગ્ય રીતે જીવી શકશે. પિતા રાજદીપસિંહ રાઠોડે કહ્યું કે પુત્ર ની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર હતી. આ માટે તે એક શહેરથી બીજા શહેરમાં ફર્યા અને લોકોને મદદ માટે અક્ર્હ્યું.લોકોએ દિલથી સહકાર આપ્યો, જેનાથી તે શક્ય બન્યું છે. હવે પુત્રની સારવાર થઇ શકશે.

ધૈર્યરાજ ના પિતાએ કહ્યું કે આર્થિક સહાય ફક્ત ભારત જ નહીં વિદેશથી પણ મળી છે અને તમામ ધર્મોના લોકો પાસેથી મળી છે. અમેરિકાથી આવતા ઇન્જેક્શન માટે કેન્દ્ર સરકાર દ્વારા 6 કરોડ રૂપિયાનો વેરો માફ કર્યા બાદ ઇન્જેક્શન મંગાવવામાં આવશે. રાજદીપસિંહે જણાવ્યું હતું કે જો 16 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થાય તો ધૈર્યરાજ જેવા અન્ય બાળકો માટે તે રકમ આપીશું.

Tags
Back to top button