Corona VirusGujarathealthIndiaNews

દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના ના 1.26 લાખ કેસ નોંધાયા, સ્થિતિ ગતવર્ષ કરતા પણ ગંભીર

કોરોના ની નવી લહેરે દેશભરમાં કહેર મચાવ્યો છે.ભારતમાં ગઈકાલે બુધવારે પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના 1,26,198 કેસ નોંધાયા છે. ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી આ સૌથી વધુ છે. ગઈકાલે કોરોના ના 684 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 59 હજારથી વધુ લોકો સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 59,907 નવા કેસ નોંધાયા છે અને 30,296 લોકો સાજા થયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે 322 લોકો મોતને ભેટ્યા હતા. અહીં આઇઆઇટી રૂરકીના 60 વિદ્યાર્થીઓ-સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પછી સંસ્થાએ 5 હોસ્ટેલો પણ સીલ કરી દીધી છે.

મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે એક નવું સંકટ સામે આવ્યું છે. રસી અહીં લગભગ પૂરી થઈ ગઈ છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે મુંબઈમાં રસીનો સ્ટોક લગભગ સમાપ્ત થવાની આરે છે. અમે તમામ સરકારી હોસ્પિટલોને રસીનાં બધા ડોઝ આપ્યા છે. અમારી પાસે હવે માત્ર એક લાખ કોવાક્સિન બાકી છે. અમે આ અંગે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જીને પણ જાણ કરી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં 1,06,19,190 રસી ના ડોઝ પુરા પાડવામાં આવ્યા છે. 90,53,523 લોકોને તૈરસી અપાઈ ચુકી છે જ્યારે 7,43,280 રસી પુરવઠો હજી ચાલુ છે. અહીંના પનવેલમાં રસી ન હોવાને કારણે તમામ સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ અસ્થાયી રૂપે બંધ કરાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, રસીનો સ્ટોક આવી જાય ત્યારે ફરી શરુ કરવામાં આવશે.

ગઈકાલે ગુજરાતમાં પણ કોરોના ના સૌથી વધુ 3,575 કેસ નોંધાયા હતા.ગઈકાલે ગુજરાતમાં 2,217 દર્દીઓ સાજા થયા જ્યારે 22 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.28 લાખ લોકોને ચેપ લાગી ચુક્યો છે અને કુલ ૪૬૨૦ લોકોના મોત થયા છે.

Back to top button