Ajab GajabIndia

લગ્ન પછી વરરાજા શૌચાલય ગયો એટલામાં તો દુલ્હન ગાયબ થઈ ગઈ,પોલીસે તપાસ કરી તો જાણીને હોશ ઊડી ગયા,

રાજસ્થાનમાં લગ્ન બાદ એક કન્યા ઘરેથી ભાગી ગઈ હતી.જે બાદ વરરાજાના પરિવારે તેની ઘણી શોધ કરી.પરંતુ દુલ્હનનું કશું બહાર આવ્યું નથી.કંટાળીને વરરાજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાજસ્થાનના ભરતપુરનો આ કિસ્સો છે.મળતી માહિતી મુજબ ભરતપુર જિલ્લાના બૈના પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ભાંડ ગામના એક યુવકના લગ્ન તાજેતરમાં થયા હતા.

લગ્ન કરવા યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારના લોકોને 3 લાખ રૂપિયા આપ્યા હતા.જે બાદ લગ્ન થયાં હતાં.લગ્નના 13 દિવસ પછી દુલ્હન ઘરથી ભાગી ગઈ હતી.જે બાદ પીડિત નાગલા ભાંડના રહેવાસી નારાયણસિંહ ગુર્જરે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો.

અહેવાલ નોંધાવતી વખતે પીડિતએ પોલીસને જણાવ્યું હતું કે,ધોલપુર જિલ્લાના ડાંગ બસાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગતપુરા ગામનો રહેવાસી હરિસિંહ ગુર્જરે સંબંધ કરાવ્યો હતો.હરિસિંહ ગુર્જર 6 માર્ચે તેમના ઘરે આવ્યો હતો અને તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના થાણાના ઘાટીગાંવ વિસ્તારના રામધન ગુર્જરને તેની ઓળખાણ પડાવી હતી.

રામધન ગુર્જર અને તેના ભાઈઓને તેમની ઓળખાણ બતાવતા તેણે તેની બહેન સુનિતા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.લગ્ન માટે 3 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા.પીડિત નારાયણના જણાવ્યા મુજબ તેણે વિચાર કર્યા વિના પૈસા આપવાનું હા પાડી હતી.9 માર્ચે સાંજે 5 વાગ્યાની આસપાસ હરિ,જીતુ,રામદીન અને તેની બહેન સુનિતા સાથે તેના ઘરે લઈને આવ્યા હતા.

ત્યાં તેઓએ લગ્ન કરી લીધા હતા અને 3 લાખ રોકડા લીધા હતા.ઘરે લગ્નની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી હરિ,જીતુ અને રામદીન ત્રણેય સુનિતાને છોડીને તેઓ ચાલ્યા જાય છે.પીડિતનો આરોપ છે કે 22 માર્ચની સાંજે 6 વાગ્યાની આસપાસ જંગલમાં ગયો હતો.સુનિતા ઘરે એકલી હતી.તે ઘરે પાછો ગયો ત્યારે સુનિતા નહોતી.નારાયણે સુનિતાની આજુબાજુ શોધ કરી.

પણ તે મળી નહીં.જે બાદ તેણે પોતાના ભાઈ જીતુ અને વચેટિયા હરિને બોલાવ્યા.તો તેમણે કહ્યું કે તેમણે હવે લગ્ન કરી દીધા છે હવે મારે શું લેવા-દેવા.તે જ સમયે,તેમણે ફરીથી ફોન કરવા પર તેમને ધમકાવવાનું શરૂ કર્યું.13 દિવસ બાદ પીડિત નારાયણ પોલીસ પાસે ગયો અને ફરિયાદ નોંધાવી.

પીડિતનો આરોપ છે કે જીતુ,રામદીન અને સુનિતાએ લગ્નના ઢોંગ કરીને 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.પોલીસે ગુનો નોંધી આ કેસની તપાસ હાથ ધરી છે.આ સંદર્ભે ઇસ્તાગેસ મારફત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Back to top button