GujaratRajkotSaurashtra

રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલ માનવતા ભૂલી: 1.11 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં ફાટેલી PPE કીટમાં લાશ મોકલી, ખોલતા જ લોહી ની ધાર થઇ

કોરોનાના કહેર વચ્ચે હવે હોસ્પિટલો મનફાવે તેવા વર્તનો કરી રહી છે. ગુજરાતમાં અમદાવાદ-સુરત સહીત હવે રાજકોટમાં પણ કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલે કોરોના પોઝિટિવ મૃતક ની લાશને એટલી ખરાબ હાલતમાં સ્મશાનમાં મોકલી કે પરિવારજનો ના હોંશ ઉડી ગયા હતા.

મૃત શરીર ફાટેલી પી.પી.ઇ કીટમાં હતું અને નાક અને કાનમાંથી લોહી ટપકતું હતું. જણાવી દઈએ કે હોસ્પિટલે સારવાર માટે મૃતકના પરિવારજનો પાસેથી 1 લાખ 11 હજાર રૂપિયાનું બીલ પણ લીધું હતું.અમરેલી ના મૃત ખેડૂતના પુત્ર મુકેશભાઇએ જણાવ્યું હતું કે રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અમે તેમને સારી સારવાર માટે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પીટલમાં સારવાર માટે લાવ્યા હતા. આ માટે 1 લાખ 11 હજાર રૂપિયા ફી પણ જમા કરાવી હતી.

પરંતુ સારવારના ત્રણ દિવસ બાદ સોમવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. હોસ્પિટલે પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે કોરોના ગાઇડલાઇન મુજબ તેમનો મૃતદેહ સીધો સ્મશાન પર મોકલવામાં આવી રહ્યો છે.પરિવારજનો ને સીધા ત્યાં જવાનું કહ્યું હતું.મુકેશભાઈએ કહ્યું કે અમે તાત્કાલિક સ્મશાનગૃહ માટે રવાના થયા. સવારે પિતાનું મોત નીપજ્યું હતું, પરંતુ તેનો મૃતદેહ બપોરે સ્મશાનસ્થાન પહોંચ્યો હતો.

શરીરને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢતા ની સાથે જ અમે જોયું કે તેમનો મૃતદેહ ફાટેલી PPE કીટમાં હતું અને લોહી ટપકી રહ્યું હતું.મુકેશભાઇએ જણાવ્યું કે જ્યારે હોસ્પિટલમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે ત્યાંના એક ડોકટરે કહ્યું કે ઓક્સિજનની નળી કાઢીએ એટલે લોહી વહે છે. જે ઘણા કેસમાં જોવા મળે છે, જો કે PPE કીટમાં રાખતા પહેલા તે સાફ કરવું પડે છે જે બેદરકારી સામે આવી હતી.

Back to top button