અમદાવાદમાં ગંભીર સ્થિતિ: સિવિલ હોસ્પીટલમાં રાત્રે પણ એમ્બ્યુલન્સો નો જમાવડો હોય છે, જુઓ વિડીયો
કોરોનાને કારણે અમદાવાદની હાલત ખરાબ થઇ રહી છે. શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા છે.હવે મોટો પ્રશ્ન એ છે કે દર્દીઓમાં બાળકો સહીત દરેક ઉંમર ના દર્દીઓ આવી રહ્યા છે તેમને ક્યાં સારવાર આપવી. સિવિલ હોસ્પિટલમાં તો ડરાવનારા દ્રશ્યો હોય છે. એમ્બ્યુલન્સ ના સાયરન સતત ચાલુ હોય છે, એક પછી એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને આવે છે. મોડી રાત્રે પણ એમ્બ્યુલન્સ ને વેઈટીંગમાં રહેવું પડે છે.
અમદાવાદમાં કેસમાં નોંધપાત્ર વધારો થતા સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આશરે 15 એમ્બ્યુલન્સ વેઈટીંગમાં ઉભી છે. દર્દીને ક્યાં બેડ આપવો તે પણ તંત્ર વિચારી રહ્યું છે. એક પછી એક એમ્બ્યુલન્સ દર્દી ને લઈને આવે છે.
અમદાવાદમાં મૃત્યુ પણ ચિંતાજનક રીતે વધી ગયા છે. સિવિલમાં તો એક પછી એક એમ્બ્યુલન્સ ડેડબોડી લેવા આવે છે, સવારથી જ આ સિલસિલો ચાલુ થઇ જાય છે. સ્મશાનમાં પણ વેઈટીંગ હોય છે.જે સ્મશાનમાં જગ્યા થાય ત્યાં ડેડબોડી લઇ જવાય છે. જુઓ વિડીયો,