GandhinagarGujaratMadhya Gujarat

ગાંઘીનગર: મેડીકલ કોલેજ ના MD ડૉ. મનીષા ચૌહાણે આપઘાત કર્યો, બાથરૂમમાં ગળાફાંસો ખાધો

ગાંધીનગરના શાંતિગ્રામ વિસ્તારમાં રહેતા ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજના એમડી ડો.મનીષા ચૌહાણે તેમના ઘરે આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ ગુરુવારે વહેલી સવારે ઘરના બાથરૂમમાં કપડાં સૂકવવાના હૂકથી લટકતો મળી આવ્યો હતો. જોકે તેમણે આત્મહત્યા કેમ કરી તે હજી સુધી બહાર આવ્યું નથી. મનીષાના પતિ નિલેશભાઇ સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર છે.

આત્મહત્યા અંગે તેમના પતિ નિલેશભાઇએ જણાવ્યું હતું કે હું સવારે બાથરૂમમાં ગયો ત્યારે મે મનીષાની લાશ લટકતી જોઇ. મેં તાત્કાલિક પોલીસને ફોન કર્યો અને પછી મનીષાના ભાઈને ફોન દ્વારા જાણ કરી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો છે.

મનીષા ચૌહાણ ના આપઘાત પાછળ નું કારણ સમજી શકાતું નથી, કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી.પતિએ કહ્યું કે રાત્રે સૂતા પહેલા પણ મનીષા ઠીક હતી. પરિવારમાં કોઈ સમસ્યા નહોતી. વિવાહિત જીવન પણ સારું ચાલતું હતું, તેમને એક સાત વર્ષની પુત્રી પણ છે.

Back to top button