GujaratRajkotSaurashtra

રાજકોટ: ભાજપના કોર્પોરેટર ના પુત્ર એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, બાથરૂમમાંથી મળી લાશ

રાજકોટના મોવડી વિસ્તારમાં ગ્રીન પાર્ક-1 માં રહેતા ભાજપના કોર્પોરેટર વિનોદભાઇ સોરઠીયાના પુત્ર એ આપઘાત કરી લીધો હતો. વિનોદભાઈ ના 28 વર્ષીય પુત્ર વિશાલે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. મોટા ભાઈએ નાના ભાઈની લટકતી લાશ જોઇ હતી અને એમ્બ્યુલન્સ ને જાન કરી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિશાલ ના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

પરિવારજનો ના જણાવ્યા મુજબ વિશાલ દૈનિક ક્રિયા મુજબ સવારે નાહવા માટે બાથરૂમમાં ગયો હતો પણ મોડે સુધી બહાર ના આવતા ભાઈએ તપાસ કરી હતી. દરવાજો ખુલ્લો જ હતો જેથી મોટાભાઈએ જોયું તો વિશાલ ફુવારા સાથે જ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો. બાદમાં તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી પણ 108 ની ટીમે વિશાલને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી.વિશાલ ને ત્રણ બહેનો અને એક ભાઈ છે. તે મવડીમાં લોખંડની ફેક્ટરી ચલાવતો હતો અને સંતાનમાં તેને સવા વર્ષની એક દીકરી પણ છે.પત્ની પિયર હતી પણ તેને બનાવની જાણ થતા તે પણ શોકમાં સરી પડી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ આપઘાત નું કોઈ કારણ જાણવા મળ્યું નથી. અંતિમવિધિ પછી પોલીસ સંબંધીઓના નિવેદનો રેકોર્ડ કરશે અને કારણ જાણવા તપાસ કરશે.ભાજપના કોર્પોરેટર વિનોદભાઈએ પુત્ર ગુમાવતા પરિવારના તમામ સભ્યો પણ શોકમાં છે.

Back to top button