GujaratSouth GujaratSurat

સુરત સ્મશાનગૃહ ના ડરામણા દ્રશ્યો: જોતજોતામાં 40 મૃતદેહ આવ્યા, પરિવારજનો અંતિમ સંસ્કાર કરવા જોવે છે 3 કલાકની રાહ

સરકાર કઈ પણ કહે, આજકાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યા છે તે જોતા સ્પષ્ટ છે કે અમદાવાદ અને સુરતમાં સ્થિતિ અતિગંભીર છે. જો તમને વિશ્વાસ ન આવે તો શહેરના કોઈ પણ સ્મશાનગૃહમાં જઈ ને જોઈ શકો છો. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, સુરતમાં ગુરુવારે સવારથી બપોર સુધી એક સ્મશાનગૃહમાં 40 મૃતદેહો પહોંચ્યા હતા. આને કારણે પરિવારજનો 3 થી 4 કલાક સુધી અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે.

અહીં 15 મિનિટમાં 3 એમ્બ્યુલન્સમાં 9 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં 6 મૃતદેહોને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યા હતા. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર સુરતમાં કોરોનાથી દરરોજ 5 થી 8 મોત નોંધાઈ રહ્યા છે. જો કે પ્રોટોકોલ મુજબ દરરોજ 100 થી વધુ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.

સ્મશાનગૃહોમાં અફરાતફરી નું વાતાવરણ છે. આવી જ સ્થિતિ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ચાલી રહી છે જ્યાં ત્રણથી ચાર એમ્બ્યુલન્સ દરરોજ ફેરા કરી રહી છે. બુધવારે એક જ એમ્બ્યુલન્સમાં 6 મૃતદેહો મોકલવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા ઘણા લોકોના સંબંધીઓ જ્યાં તેમના મૃતદેહને ત્યાં રખાયા હતા, તેઓને ખબર પણ ન હતી કે તેમના સબંધીનો મૃતદેહ કયો છે.

બુધવારે વહીવટીતંત્રે શહેરના સ્મશાનગૃહમાં વધેલા ભાર ને કારણે બારડોલીના સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકો ના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. સાંજે 5 મૃતદેહને બારડોલી ના સ્મશાન માટે મોકલવામાં આવ્યા હતા. બારડોલી પ્રાંત અધિકારી વી.એન.રબારી અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે સ્મશાનગૃહની મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટ પ્રમુખ સોમાભાઇ પટેલ સાથે ચર્ચા કરી હતી. સ્

Back to top button