Corona VirusIndiaNews

ડોકટરે રસીના બે ડોઝ લીધા થયા કોરોના સંક્રમિત થયા, તેમણે કહ્યું રસી ને કારણે રીકવરી તરત થઇ જાય છે

ડો. પુનીત ટંડન ગાંધી મેડિકલ કોલેજના પેથોલોજી નિષ્ણાત છે જેમણે કોરોના રસી ના 2 ડોઝ લીધા હતા અને એન્ટિબોડીઝનો વિકાસ પણ થયો હતો. પરંતુ પછીથી જ્યારે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. જો કે તેઓ ખુબ ઝડપથી સાજા થઇ ગયા હતા. તેમણે કહ્યું કે રસી બાદ ચેપની અસર નજીવી હોય છે અને રીકવરી પણ ઝડપી હોય છે.

ડોક્ટર ટંડને કહ્યું મને કેન્સર નિદાન (હિસ્ટોપેથોલોજી) માં રસ છે અને હું લાંબા અંતરનો દોડવીર પણ છું. કોરોના મહામારી ની શરૂઆતથી જ મેં અનેક આરોગ્યકર્મીઓ ને લડતા જોયા છે. આપણે સૌ કોરોના ની રસી ની રાહ જોઈ રહ્યા હતા. 15 જાન્યુઆરીએ મને ખબર પડી કે રસીકરણની પ્રથમ સૂચિમાં મારું નામ પણ છે. મને 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ રસી અપાઇ.બીજો ડોઝ 24 ફેબ્રુઆરી એ અપાવ્યો હતો.

મેં પ્રથમ ડોઝથી લઈને બીજા ડોઝ પછી ત્રણ અઠવાડિયા પછી એન્ટિબોડી ટેસ્ટ કર્યો. બીજા ડોઝ પછી એન્ટિબોડી શરીરમાં વિકસિત થઈ હતી. 30 માર્ચ એટલે કે બીજા ડોઝના 35 મા દિવસે 10 કિ.મી. દોડવાનું આયોજન કરવામાં આવ્યું. 6 કિ.મી. દોડ પૂરી કર્યા પછી થાક લાગ્યો. જો કે 10 કિ.મી. રેસ પૂરી કરી.

હાર્ટ બીટ માપ્યું તો 144/મિનિટ હતું, જ્યારે સામાન્ય રીતે મારા હાર્ટ બીટ આનાથી 10-12/મિનિટ ઓછા રહેતા હતા. મોડી સાંજે મને ઠંડી લાગી અને જ્યારે બીજા દિવસે મને તાવ લાગ્યો, ત્યારે મેં કોરોના ટેસ્ટીંગ કરાવ્યું.મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો અને મને આશ્ચર્ય થયું કે એન્ટિબોડી હોવા છતાં આ કેવી રીતે થઈ શકે.

જો કે રસી બનાવનારાઓએ ક્યારેય એવું કહ્યું નથી કે રસીકરણ પછી કોઈને ચેપ લાગતો નથી.વિજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ રસી ગંભીર લક્ષણો સામે રક્ષણ આપે છે, પરંતુ કોવિડ પ્રોટોકોલ હંમેશા પાલન કરવું પડશે. હું કદાચ બેદરકાર હતો.

મારો અનુભવ એ છે કે રસી અપાવ્યા પછી પણ ચેપ લાગી શકે છે. પરંતુ રસીકરણ પછી ચેપની અસર ખૂબ સામાન્ય રહેશે. મારો કેસ જોઈએ તો ચેપના 7 મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ રસી ગંભીર ચેપ અટકાવવા માટેની તેની ક્ષમતા સાબિત કરે છે. મારી અપીલ છે કે રસીકરણ દ્વારા લોકો ગંભીર ચેપથી બચી શકે છે. આ સાથે, માસ્ક પહેરવા, સામાજિક અંતર પણ જરૂરી છે.

Back to top button