healthIndia

આ ભયંકર સમયમાં હળદરવાળું પાણી પીવું જોઈએ, રોગપ્રતિકારક શક્તિ વધારશે સાથે અનેક લાભ

રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હળદર ઔષધીય ગુણથી ભરપુર છે. જેનો ઉપયોગ ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવા તેમજ સૌથી મોટી બીમારીઓથી છૂટકારો મેળવવા માટે પણ થઈ શકે છે.હળદર Immunity ને મજબુત બનાવવાની સાથે સાથે કોષોને નષ્ટ થતા પણ અટકાવે છે. સાથોસાથ નવા કોષોની રચનાને વેગ આપીને વૃદ્ધાવસ્થાની ગતિને ઘટાડે છે. હળદરનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. તે દૂધ સાથે પણ પી શકાય છે અને આ સાથે ચાની સાથે નવશેકું પાણી પીવામાં પણ ઘણો ફાયદો થાય છે.

ઘણા સંશોધન પરથી બહાર આવ્યું છે કે હળદર અને ગરમ પાણી પીવાથી શરીરમાં પિત્ત યોગ્ય રીતે બને છે, જે તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખે છે. હળદરમાં હાજર લિપો પોલિસેકરાઇડ શરીરમાં ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ પણ છે.

કેટલાંક સંશોધનોમાં બહાર આવ્યું છે કે તેમાં મળતું કર્ક્યુરિન ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે. જે તમને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમે તેનું સેવન કરી શકો છો. હળદરમાં રહેલ કર્ક્યુમિન શરીરમાં સરળતાથી ઓગળી જાય છે. આ શરીરમાં ચરબી વધારતા ટીસ્યુ ની રચનાને અટકાવે છે.

હળદરનું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે. હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. આ ઉપરાંત તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ શરીરમાં કેન્સરના કોષોની રચનાને રોકે છે. હળદર કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે લોહીના ગંઠાવા જેવી સ્થિતિ ને પણ અટકાવે છે. જેના કારણે તમારે હાર્ટને લગતી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.

જો તમારે હળદરના પાણીનો પૂરેપૂરો લાભ ઉઠાવવો હોય તો દરરોજ સવારે ખાલી પેટ પર તેનું સેવન કરો. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં હળદરનો પાવડર નાખીને મિક્સ કરો. તમે સ્વાદ માટે લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો.

Back to top button