AhmedabadGujaratMadhya Gujarat

11 થી 17 એપ્રિલ સુધી ગુજરાતમાં લોકડાઉન, આવો ફેક મેસેજ વાયરલ કરનાર સામે DGP એ તપાસના આદેશ આપ્યા

ગુજરાતમાં હાલ કોરોના ચરમસીમાએ છે ત્યારે અનેક લોકો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. આડે દિવસે લોકડાઉન, દુકાનો બંધ, મોલ બંધ વગેરે જેવા ફેક મેસેજ ફેરવનારા હવે ચેતી જજો. ગુજરાત ગૃહ વિભાગની ઇમરજન્સી નોટ તરીકે સોશ્યલ મીડિયા પર ફરતો પત્ર સંપૂર્ણ નકલી અને ખોટો સાબિત થયો છે. ગૃહ વિભાગના પ્રવક્તાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. રાજ્યના પોલીસ DGP આશિષ ભાટિયાએ આ મેસેજ વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી ના આદેશો આપ્યા છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે પત્રમાં કરાયેલ ઉલ્લેખ મુજબ રાજ્ય સરકારે 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગુજરાતના છ મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન નો નિર્ણય લીધો છે જે તદ્દન ખોટી વાત છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની નકલી સહી સાથે આ પત્ર વાયરલ થયો છે.

ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર આવતા આવા મેસેજ પર ધ્યાન ન આપવું. પત્ર કોણે વાયરલ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને DGP એ કડક કાર્યવાહીના આદેશ પણ આપી દીધા છે.

Back to top button