AhmedabadGujaratMadhya GujaratRajkotSaurashtra

રાજ્યમાં એક મહિના સુધી પાન ના ગલ્લા શનિ-રવિ બંધ રહેશે, એસોસિએશને 2 દિવસ સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું

ગુજરાતમાં કોરોના ના કેસ વધી રહ્યા છે. તકેદારી ના ભાગરૂપે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે.આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આગામી એક મહિના સુધી ગુજરાતમાં પાન-મસાલા ની દુકાનો શનિ-રવિ બંધ રાખવાની વાત કરી છે.

રાજકોટમાં પણ વધતા કેસને લઈને પાન એસોસિએશન દ્વારા આગામી શનિવાર અને રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન સાથે જોડાયેલા 1100 દુકાનદારો 2 દિવસ પોતાની દુકાનો બંધ રાખશે. ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના મોટા ઝવેરીઓએ પણ શનિ-રવિ લોકડાઉન ની જાહેરાત કરી છે.

રાજકોટ પાન એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે રાજકોટમાં સતત વધી રહેલા કોરોના ના કેસને કારણે ચિંતા વધી છે જેથી પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. શહેરમાં કુલ 4000 પાનની દુકાનો છે જેમાંથી 1100 દુકાનો બંધ રહેશે.

Back to top button