GujaratSaurashtra

ભાવનગરની હોસ્પિટલની હાલત જોઇને યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલ ભડક્યા, નેતાઓ ને કહી દીધું આવું

ગુજરાતમાં કોરોના ના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે દરેક શહેરમાં બેડ પણ ખૂટી રહ્યા છે. રાજકોટ, ભાવનગર,અમદાવાદ,સુરતમાં હોસ્પિટલોમાં પણ અફરાતફરી ની સ્થિતિ છે. ૨ દિવસ પહેલા ભાવનગરની સરટી હોસ્પિટલ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કોરોના શંકાસ્પદ દર્દીઓ ને જમીન પર સુવડાવીને સારવાર અપાઈ રહી હતી. વિડીયો વાયરલ થતા જ તંત્ર દોડતું થઇ ગયું હતું અને હવે ભાવનગર ના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ આં મામલે નેતાઓ ની ઝાટકણી કાઢી છે.

જયવીરરાજસિંહ ગોહિલે તેમના ફેસબુક પેજ પર લખ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું રાજ્ય પોતાની પ્રજા માટે અને પ્રજા ની સુખાકારી માટે સોંપ્યું હતું. તેમના શબ્દો હતા “મારી પ્રજા નું કલ્યાણ થાજો”. જે આપણને એમના બલિદાન ની અને પોતાની પ્રજા ના કલ્યાણ ની ભાવના ની યાદ અપાવે છે.

જ્યારે અત્યારે શહેર માં રાજકીય નેતૃત્વની ખામી જોવા મળે છે.આપણે અત્યારે એવા દિવસો જોઈ રહ્યા છીએ કે જ્યાં પ્રજા ને સારી રીતે મેડિકલ સુવિધા નથી મળતી પણ રાજકારણીઓ ને પ્રચાર-પ્રસાર અને રેલી કાઢવા માટે લાખો રૂપિયા મળી રહે છે. કોવિડ જેવી મહામારી માં ચૂંટણી યોજવા માટે અનુકૂળ સમય પણ મળી રહે છે.

કોઈ પણ રાજકારણી કે ઓફિસર ને એવો કોઈ હક નથી કે તે કોઈ પણ પોતાના વ્યક્તિગત કારણોસર લોકોના જીવ જોખમમાં પડે એવું કામ કરે અને આની પાછળ જે પણ લોકો આ કાર્ય માટે જવાબદાર હોય તેમને પ્રજા ને આનો જવાબ આપવો જોઈએ અને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ.

પ્રજા ની સુખાકારી માટે અને તેમના સારા આરોગ્ય માટે મૂળભૂત તબીબી આરોગ્ય સુવિધાઓ જે દરેક સરકારે પોતાની પ્રજા સુધી પોચાડવી જ જોઈએ એ ચૂંટાયેલી સરકારની ફરજ છે.

Back to top button