AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

રાજ્યમાં આજે કોરોના ના અત્યારસુધીના સૌથી વધુ 5011 કેસ નોંધાયા, 49 ના મોત

ગુજરાતમાં કોરોના ના રેકોર્ડબ્રેક કેસ આજે નોંધાયા છે. આજે રાજ્યમાં પહેલીવાર સૌથી વધુ 5011 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોના ના 2525 દર્દીઓ સાજા થયા છે અને 49 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે સુરતમાં 15, અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે રાજકોટમાં 8 તેમજ અન્ય શહેરો મળીને કુલ ૪૯ દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4746એ પહોંચ્યો છે.મહત્વની વાત કે આજે રાજ્યમાં કુલ 2 લાખ 87 હજાર 617નેને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદમાં સહીથી વધુ ૧૪૦૯ કેસ,સુરતમાં ૯૧૩ કેસ રાજકોટમાં ૪૬૨,વડોદરામાં ૨૮૭ કેસ નોંધાયા છે. જુઓ આખું લીસ્ટ..

રાજ્ય સરકાર દ્વારા કોરોના નિવારણ માટે રચાયેલ નિષ્ણાતોની પેનલના ડો.દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે રાજ્યમાં 4 કરોડ લોકોને રસી અપાયા બાદ રોગચાળો નિયંત્રણમાં આવશે. કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે સરકારના સંસાધનો સમાપ્ત થઈ ગયા છે. ઉપરાંત ડોકટરો થાકની સ્થિતિમાં છે.

Back to top button