CrimeIndiaNews

કોરોના રસીકરણ દરમિયાન મોટી બેદરકારી : આ 3 મહિલાઓને કોરોનાની રસીને બદલે હડકવાની રસી આપતા જ થયું આવું,

કોરોના રસીકરણ દરમિયાન,મોટી બેદરકારી સામે આવી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,કોરોનાની જગ્યાએ ત્રણ મહિલાઓને એન્ટિ રેબીઝ (કૂતરાં કરડવાના ઈંજેક્શન) નાં ઈંજેક્શન આપવામાં આવ્યાં હતાં.આ ત્રણેય મહિલાઓની ઉંમર 60 વર્ષથી વધુ છે.ઘટના શામલીના કંધલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની છે.

મીડિયા અહેવાલો અનુસાર,કંધલામાં રહેતા સરોજબેન,અનારકલીબેન અને સત્યવતીબેન ગુરુવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા.ત્રણેય જણાવે છે કે,આરોગ્ય કેન્દ્રમાં હાજર કર્મચારીઓને મેડિકલ સ્ટોરમાંથી 10 રૂપિયાની સિરીંજ મંગાવી તેમને રસી અપાવ્યા હતા.આ પછી ત્રણેય તેમના ઘરે ગયા હતા.

ભોગ બનેલા લોકોમાં મનારકલીએ આક્ષેપ કર્યો છે કે રસી લાગુ કર્યા પછી મેં કહ્યું હતું કે આધારકાર્ડ જમા કરાશે,પછી તેમણે કહ્યું કે આધારકાર્ડની જરૂર નથી.જ્યારે મેં પૂછ્યું કે મેં આધારકાર્ડ કેમ નથી લીધું,તો તેમણે કહ્યું કે તે કૂતરા કરડવાના ઈંજેક્શન છે.આરોપ છે કે ઘરે પહોંચ્યા બાદ સરોજબેનની હાલત કથળી હતી.તેમને ચક્કર અને ગભરાટ થવા લાગ્યો.

પરિવારના સભ્યોએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા.બેદરકારી બાદ મહિલાઓના પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મેડિકલ ઓફિસર સંજય અગ્રવાલને ફરિયાદ કરી હતી.આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.બીજેન્દ્રસિંઘનું કહેવું છે કે કોરોના રસીને બદલે ત્રણ મહિલાઓને હડકવા માટે રસી આપવામાં આવી હોવાનો મામલો ધ્યાનમાં આવ્યો છે.

દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા મેજિસ્ટ્રેટ જસજીત કૌરે જણાવ્યું છે કે,કોરોના આરોગ્ય કેન્દ્ર ઇન્ચાર્જ અને એસીએમઓની એક ટીમને તપાસ રિપોર્ટ માટે કહેવામાં આવ્યું છે.તપાસ રિપોર્ટમાં દોષી ઠેરવવામાં આવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button