India

અનાજમાં નાખવાની ટીકડી ખાઈને કપલે આપઘાતનો પ્રયત્ન કર્યો, બચી ગયા તો ખુદ ને ગોળી મારી દીધી

શનિવારે મેરઠમાં ગામના એક યુવક અને યુવતી ના શંકાસ્પદ સંજોગોમાં મોતથી હડકંપ મચી ગઈ હતી. ગામ પાસેના પ્લોટમાં ગુડ્ડુ અને ગુલશનની ગોળી વાગેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા સામાન્ય હતી.પોલીસ અધિકારીઓના કહેવા મુજબ બંનેએ પહેલા અનાજમાં નાખવાની દવા ખાઈને પોતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ જ્યારે મોત ન થયું ત્યારે યુવકે મહિલાને પહેલા ગોળી મારી હતી અને પછી તેણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના મેરઠના ભવાનપુર વિસ્તારના લાલપુર ગામની છે, જ્યાં 23 વર્ષીય ગુડ્ડુ અને 38 વર્ષીય ગુલશનનો પ્રેમ સંબંધ હતો. પરિવારના સભ્યોએ આ અંગે અનેક વખત વાંધો ઉઠાવ્યો હતો પરંતુ બંને માન્યા ન હતા. ત્યારબાદ શનિવારે સવારે બંનેની લાશ શંકાસ્પદ સંજોગોમાં મળી આવી હતી.

બનાવની માહિતી મળતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારી, ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે બંને વચ્ચે સંબંધો છે. જે બાદ પોલીસે યુવકના મોબાઇલની તલાશી લેતા હત્યા અને આપઘાતનું રહસ્ય બહાર આવ્યું હતું.

એસપી દેહત કેશવ કુમારના જણાવ્યા અનુસાર આપઘાત કરતા પહેલા યુવકે યુટ્યુબ પર આપઘાત અંગે વીડિયો જોયો હતો, ત્યારબાદ તેણે તેના બંને ભાઈઓ ને આત્મહત્યા અંગે નો મેસેજ મોકલ્યો હતો અને બાદમાં આપઘાત કર્યો હતો.

Back to top button