India

સંભોગ કર્યા બાદ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ પાસે કરી ગજબ ડીમાંડ, બોયફ્રેન્ડે માંગી મદદ

ગર્લફ્રેન્ડની વિચિત્ર માંગથી પરેશાન એક યુવકે રિલેશનશિપ પોર્ટલના નિષ્ણાતોની સલાહ લીધી છે. યુવકે લખ્યું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં છે જે ખૂબ જ સારી, આશાસ્પદ અને સ્માર્ટ છોકરી છે. જો કે યુવક તેની ગર્લફ્રેન્ડની ટેવથી ખૂબ નારાજ છે.

યુવકે સ્લેટ નામની વેબસાઇટ પર લખતા કહ્યું કે મારી ગર્લફ્રેન્ડમાં આમ બધી સારી ટેવ છે પરંતુ તેની એક આદત મને ખૂબ વિચિત્ર અને ખરાબ લાગે છે. કોઈપણ કામ કર્યા પછી તે મારી પાસેથી પ્રશંસા તેમજ ટીકા સાંભળવા માંગે છે. રસોઈથી માંડીને, મને કોઈ ગિફ્ટ આપવા કે કોઈ કામ કરવા સુધી, તે આભાર માનીને સાથે સાથે સારી ટીકાની પણ અપેક્ષા રાખે છે. જો તેણીને તેના કામમાં ભૂલો ન મળે તો તે નારાજ થાય છે.

યુવકે લખ્યું, ‘મારે વારંવાર કહેવું પડે કે ખોરાક સારો હતો પણ બટાકામાં કોઈ સ્વાદ નહોતો.પાવરપોઇન્ટ સારું હતું પણ રંગોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. એટલું જ નહીં ખામીઓ સાંભળવાની આ આદત સેક્સ લાઇફમાં પણ લાગુ પડે છે. જ્યારે પણ અમે સેક્સ કરીએ છીએ ત્યારે મારે ચોક્કસ પર્ફોર્મન્સ વિશે ખામી અંગે કહેવું જ પડે જો કે મને તેમાં કોઈ ખામી દેખાતી નથી.

પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે હું ઝઘડા ને ટાળવા માટે બધા જ કામમાં ખામી શોધું છું.મેં ખામીઓ નું એક લીસ્ટ બનાવી દીધું છે.જો હું તેના કામની ટીકા ન કરું તો તેને પેનિક એટેક આવે છે. તેના ઘરમાં પણ દરેક વ્યક્તિ ખૂબ સારી છે, પરંતુ દરેકને દરેક કામમાં પરફેક્ટ દેખાવાની ટે છે. જ્યારે બધા એકઠા થાય છે, ત્યારે પણ તેઓ એકબીજા કરતા વધુ સારા દેખાવાનો પ્રયત્ન કરે છે.

મેં તેને ઘણી વખત ચિકિત્સકને મળવાની સલાહ પણ આપી છે પરંતુ તે તેની અવગણના કરે છે. તેને લાગે છે કે આમાં કંઈ ખોટું નથી. તે કહે છે કે તે જાણવાનું પસંદ કરે છે કે તે કઈ રીતે વસ્તુઓમાં સુધારો કરી શકે છે અને તે કેવી રીતે વધુ સારી વ્યક્તિ બની શકે છે. યુવકે લખ્યું કે હું તેની સાથે બ્રેકઅપ કરવા માંગતો નથી પરંતુ હું સમજી શકતો નથી કે હું તેની આ આદત કઈ રીતે બદલી શકું.

યુવકની આ સમસ્યા અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્ય નિષ્ણાતે લખ્યું કે પોતાને સુધારવા માટે જીવનસાથીનો અભિપ્રાય લેવો સ્વાભાવિક છે અને એકદમ યોગ્ય છે. જો કે આ સુધારણા સંબંધને ખરેખર સુધારવા માટે થવી જોઈએ, કોઈ મજબૂરીમાં નહીં.

Back to top button