GujaratSouth GujaratSurat

કેવો આવ્યો સમય..! સુરતમાં અંતિમસંસ્કાર કરવા માટે પણ પૈસા ખવડાવવા પડે છે

ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે અમદાવાદ અને સુરતની હાલતા અતિગંભીર છે. ખાસ કરીને સુરત શહેરની હોસ્પિટલોની જેમ સ્મશાનગૃહો પણ ફૂલ થઇ ગયા છે. તેમ છતાં સરકારી આંકડા મુજબ તો સુરતમાં દરરોજ ૮-૧૦ લોકો જ મરી રહ્યા છે. પરંતુ કોરોના પ્રોટોકોલ હેઠળ દરરોજ 100 થી વધુ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.

સ્મશાનગૃહોમાં 3-4 કલાક નું વેઈટીંગ ચાલી રહ્યું છે અને તેના કારણે અહીં પણ હવે લાંચ લેવાનું શરૂ થયું છે. સુરતમાં અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં વહેલા અંતિમ સંસ્કાર કરવા માટે 1500-2000 રૂપિયાની લાંચ લેવામાં આવી રહી છે. ઘણા લોકોએ કહ્યું કે એટલા બધા મૃતદેહ છે કે હવે ટોકન આપવામાં આવી રહ્યા છે.જેના કારણે લોકોને 3-4 કલાક રાહ જોવી પડે છે.

ઘણા લોકોએ જણાવ્યું હતું કે સ્મશાન કર્મચારીઓ 1500 થી 2000 રૂપિયા લઈને પાછળ ના ટોકન વાળા લોકોને પહેલા અંતિમ સંસ્કાર કરવા દે છે.એક વ્યક્તિએ જણાવ્યું કે અમે સવારે 11 વાગ્યાથી અહીં છીએ, પરંતુ બપોરે ત્રણ વાગ્યા સુધી નંબર આવ્યો ન હતો. અમને ટોકન અપાયા હતા, પરંતુ અમને ખબર પડી કે એવા મૃતદેહો ના અંતિમ સંસ્કાર પહેલા થયા જેમણે ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા આપ્યા હતા.

Back to top button