India

72 કલાકમાં 12 આતંકવાદીઓ નો સફાયો, સેના ના જવાનની હત્યાનો લીધો બદલો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે અને 72 કલાકની અંદર સુરક્ષા દળોએ 12 આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે. એટલું જ નહીં શનિવારે ભારતીય સેનાના પ્રાદેશિક સૈન્યના જવાન ની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં જ સેનાના જવાન ની હત્યાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર સુરક્ષા દળો દ્વારા બીજબેહરામાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે, તેમણે કહ્યું હતું કે 12 કલાકમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં 12 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

હરિપોરામાં આતંકવાદી ત્રાલ અને સોપિયા માર્યા ગયા છે, આતંકવાદી સંગઠન અલ બદરના 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને હવે બિજબેહરામાં લશ્કરના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા ક્ષેત્રના સેમથનમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

જેનો મુકાબલો શનિવારે શરૂ થયો હતો. મોડી રાત સુધી એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું અને સુરક્ષાદળોએ આતંકવાદીઓને છટકી ન જાય તે માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે એન્કાઉન્ટર ફરી શરૂ થયું અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ શુક્રવારે બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનમાં તેના ઘરની બહાર હવાલદાર મોહમ્મદ સલીમ અખુનની હત્યામાં સામેલ હતા. કાશ્મીરના પોલીસ મહાનિદેશક વિજય કુમારે કહ્યું કે સૈન્ય જવાનને મારવા માટે જવાબદાર આતંકવાદીઓને બિજબેહરા એન્કાઉન્ટરમાં બે દિવસની અંદર માર્યા ગયા.

Back to top button