healthInternational

કોરોના ની રસી આપવાથી લોહીના ગઠ્ઠા થઇ જાય છે? અનેક કેસ સામે આવ્યા પણ WHO એ કહ્યું આવું

એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી અને પ્લેટલેટ્સ ઘટાડો થવા સાથે લોહીના ગંઠાવાનું બની શકે પરંતુ આની પુષ્ટિ થઈ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વાત કરવામાં આવી છે. અગાઉ યુરોપિયન મેડિસિન એજન્સી (ઇએમએ) એ પુષ્ટિ આપી હતી કે લોહીના ગંઠાઈ જવાના અને પ્લેટલેટ્સમાં ઘટાડો થવાના કિસ્સા એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી ડોઝ સાથે સંકળાયેલા છે, પરંતુ તે હજુ પણ ખૂબ જ દુર્લભ અસર તરીકે માનવામાં આવે છે.

ડબલ્યુએચઓની વૈશ્વિક સલાહકાર સમિતિ એ રસી સલામતી પર બુધવારે વચગાળાનું નિવેદન જારી કરતાં કહ્યું કે આવી ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે. લગભગ ૨૦ કરોડ એસ્ટ્રાઝેનેકા રસી પ્રાપ્ત કરનારા લોકોમાં આવા કેટલાક કિસ્સા નોંધાયા છે. જો કે આ સમજવા માટે વિશેષ અધ્યયનની જરૂર છે અને જીએસીવીએસએ જણાવ્યું છે કે તે ડેટાને એકત્રિત અને સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.

જીએસીવીએસે એમ પણ જણાવ્યું હતું કે રસીકરણ પછી થતી દુર્લભ પ્રતિકૂળ ઘટનાઓનું મૂલ્યાંકન હોવું જોઈએ કે રસીકરણ કોવિડ-19 ચેપ અને મૃત્યુ ઘટાડવામાં કેટલું અસરકારક છે. કારણ કે ડબ્લ્યુએચઓના ડેટા અનુસાર બુધવાર સુધીમાં વિશ્વભરમાં કોવિડ-19 થી ઓછામાં ઓછા 26 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

Back to top button