Corona VirusDelhiGujaratIndiaNews

કોરોના ની આ લહેર ખતરનાક: દેશમાં 24 કલાકમાં દોઢ લાખ કેસ, વિશ્વમાં 7 લાખ કેસ, 11000 ના એક જ દિવસમાં મોત

વિશ્વભરમાં ફરીવાર કોરોના ના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7.03 લાખ નવા કેસ નોંધાયા છે અને 11,274 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પહેલા શુક્રવારે પણ 7.72 લાખ કેસ નોંધાયા હતા અને 13 હજારથી વધુ લોકોનાં મોત પણ થયાં હતાં. તે જ સમયે, ઇરાનમાં તો 10 દિવસ ના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની આ લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે ભારતમાં એક જ દિવસમાં એક લાખ 52 હજાર 565 કોરોના ના કેસ નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં 90,328 લોકો સાજા થયા અને 838 લોકો મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીની સ્થિતિ પણ કથળી રહી છે. આ જોતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 10-15 દિવસમાં કોરોના ના કેસ ખુબ જ વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 10,732 કેસ નોંધાયા છે, પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

કેજરીવાલે કહ્યું કે અમે લોકડાઉન લાદવા નથી માંગતા પરંતુ શનિવારે સરકારે કેટલાક પ્રતિબંધો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. નવેમ્બરથી પણ આ લહેર વધુ ખતરનાક છે . તેમણે કહ્યું કે દિલ્હીમાં 65% કોરોના દર્દીઓ 35 વર્ષથી નીચે છે, તો કોરોના કેવી રીતે અટકશે? રસીકરણ થાય ત્યારે જ કોરોના થી બચી શકાશે. કેન્દ્ર સરકારે રસીકરણ બાબતે ખૂબ નિયંત્રણો લાદ્યા છે, હું કેન્દ્રોને આ નિયંત્રણો દૂર કરવા વિનંતી કરું છું.

શનિવારે મહારાષ્ટ્રમાં 55,411 કેસ નોંધાયા,53,005 દર્દીઓ સાજા થયા અને 309 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૩ લાખથી વધુ લોકોને કોરોના નો ચેપ લાગી ચુક્યો છે. તેમાંથી 27.48 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 57,638 લોકો મૃત્યુ પામ્યા છે.

શનિવારે ગુજરાતમાં 5,011 કોરોના ના કેસ નોધાયા હતા, 2525 લોકો સાજા થયા અને 49 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3.42 લાખ લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે. તેમાંથી ૩.૧૨ લાખ લોકો સાજા થયા છે અને ૪૭૪૬ લોકો મૃત્યુ પામ્યા છે.

Back to top button