India

કોરોના નું સંક્રમણ આટલી હદે કેમ વધી ગયું, વૈજ્ઞાનિકોએ જણાવ્યું કારણ

ભારતમાં કોરોના ના કેસો ખૂબ જ ઝડપથી કેમ વધી રહ્યા છે તેનો કોઈ સીધો જવાબ નથી. જો કે વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસ ચૂંટણીઓ અને અન્ય જાહેર ઘટનાઓની બદલાતી પ્રકૃતિને લીધે તેમજ લોકોની બેદરકારી ને કારણે કેસમાં તીવ્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ચેપના 1,45,384 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં ચેપમાં ઝડપાયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 1,32,05,926 પર પહોંચી ગઈ છે.

દરમિયાન કેટલાક લોકો કહે છે કે આ કોરોના ની બીજી લહેર છે જે પહેલી લહેર કરતા વધુ ઝડપે ફેલાઈ રહી છે. વાઈરોલોજિસ્ટ શાહિદ જમીલ અને ટી જેકબ જ્હોન માને છે કે ઝડપથી વધતા જતા કેસો માટે COVID-19 ના પ્રોટોકોલ્સનું પાલન ન કરવું અને ધીમું રસીકરણ અભિયાન મુખ્યત્વે જવાબદાર છે.

રસી અપાવ્યા બાદ પણ લોકોએ કોવિડ-19 થી સંબંધિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ. જમીલ કહે છે કે આગામી કેટલાક મહિનામાં વાયરસની પ્રકૃતિ અને રસીની ક્રિયાપ્રતિક્રિયા ભારત અને વિશ્વમાં કોવિડનું ભવિષ્ય નક્કી કરશે. હરિયાણાની અશોક યુનિવર્સિટીના ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીના ડિરેક્ટર જમિલે કહ્યું કે કેસોની તીવ્રતા બતાવે છે કે પ્રથમ લહેર પછી મોટી સંખ્યામાં લોકો ચેપનું જોખમ ધરાવતા હતા.

ચેપની પ્રથમ લહેર સમાપ્ત થઈ ગયા પછી, લોકોએ સાવચેતી ઓછી કરી છે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું નથી જેનાથી કેસ અત્યારે વધુ ઝડપે વધી રહ્યા છે. તામિલનાડુની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં વાઇરોલોજીના પ્રોફેસર જ્હોને કહ્યું કે સરકારે કોવીડ અંગે ના નિયમો ધીમે ધીમે હળવા કર્યા હતા જેના લીધે રાજકીય પક્ષો, તમામ ધાર્મિક જૂથો અને મોટા પ્રમાણમાં સામાન્ય લોકો દ્વારા બેદરકારી કરવામાં આવી.

તમામ કર્મચારીઓને રસી આપ્યા વિના શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી હતી. તે બીજી લહેર માટે જવાબદાર હોવાનું સાબિત થયું. જ્યાં પણ કેસો વધી રહ્યા હતા, ત્યાં કડક નિયમો લાગુ કરવાના હતા.જો કે કોઈ પણ નેતા ઇચ્છતા ન હતા કે આ ચૂંટણીની દોડધામમાં નિયમો કડક થાય. રોગચાળા દરમિયાનની ચૂંટણીનું આયોજન ખૂબ કાળજીપૂર્વક થવું જોઈએ. આ બધી વસ્તુઓ હાલ કેસ વધી રહ્યા છે તેના માટે જવાબદાર છે.

Back to top button