BusinessIndia

સોનું 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે, આ રીતે ઓફરનો લાભ લો

સોનું ખરીદવા પર તમને ૧૦૦૦૦ રૂપિયા સુધી સસ્તું મળી શકે છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. જો તમે લગ્ન માટે અથવા રોકાણ કરવા માટે સીનું લેવા માંગતા હોય તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. આઈસીઆઈસીઆઈ બેંક સોના અને હીરાની ખરીદી પર ગ્રાહકો માટે મોટી ઓફર લાવી છે.

આઈસીઆઈસીઆઈ બેંકની idelights સમર બોનાન્ઝા ઓફર અનુસાર, જો તમે કલ્યાણ જ્વેલર્સ પરથી સોનાના ઝવેરાત ખરીદો છો, તો તમને 10,000 રૂપિયા સુધીની છૂટ મળશે પરંતુ તમારે ઓછામાં ઓછી 160000 રૂપિયાની ખરીદી કરવી પડશે. એ જ રીતે જો કોઈ ગ્રાહક પીસી જવેલર્સ રિટેલ સ્ટોર અથવા વેબસાઇટ પરથી ઓછામાં ઓછી 45000 રૂપિયાની ખરીદી કરે છે, તો તે 7500 રૂપિયા અથવા 7.5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ડાયમંડ જ્વેલરીને ઓછામાં ઓછી 80000 રૂપિયાની ખરીદી પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

જેમ જેમ કોરોના સંકટ આગળ વધ્યું તેમ તેમ સોનાના ભાવ પર મોંઘવારી ની અસર દેખાવા માંડી. શુક્રવારે સોનાના ભાવમાં 100 ગ્રામ દીઠ 2500 નો વધારો થયો છે. 10 ગ્રામ દીઠ સોનાના ભાવમાં 250 રૂપિયા વધારો થયો છે. હજી સુધી એપ્રિલમાં સોનાના ભાવમાં ઘટાડો થયો નથી.

જો તમે 22 કેરેટનું 10 ગ્રામ સોનું ખરીદતા હોવ તો તમારે 44,550 રૂપિયા ચૂકવવા પડશે. 22 કેરેટ સોનાના 100 ગ્રામ માટે તમારે 4,45,500 રૂપિયા ચુકવવા પડશે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત તમારી કિંમત 45,550 રૂપિયા હશે. દરમિયાન, તમારે 24 કેરેટ સોનાના 100 ગ્રામ માટે 4,55,500 રૂપિયા ચુકવવા પડશે.

Back to top button