GujaratIndia

મહારાષ્ટ્રમાં 14 દિવસ સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો વિચાર, ગુજરાતમાં પણ હાઇકોર્ટ આજે કઇક મોટું કરી શકે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ગતિ ખૂબ ઝડપથી વધી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ​​કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી જેમાં 14 દિવસના લોકડાઉનની ભલામણ કરી હતી.ગઈકાલે મુંબઈમાં કોરોનાના લગભગ 10,000 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમા ત્યાં 9,989 નવા કેસ હતા, જ્યારે 58 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.આજે સોમવારે સીએમ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર મુલાકાત કરશે બાદમાં કઈક નિર્ણય લેવાશે.

આ બધા વચ્ચે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે પ્રવાહી ઓક્સિજન પ્લાન્ટ અંગે બુધવારે એક બેઠક મળશે, ત્યારબાદ વધુને વધુ હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાની વાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હવે અંતિમવિધિની જગ્યાએ ભીડ ન થાય તે જોતા અંતિમ સંસ્કારની સુવિધા ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવશે.

તેમણે કહ્યું કે રેમેડિસવીર ફક્ત જરૂરીયાતમંદોને જ આપવો જોઈએ, બિનજરૂરી નહીં. કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં રિમેડસિવીર આપવાની પણ ચર્ચા થઈ હતી. રાજેશ ટોપે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને રેમેડિસીવર દવાઓની નિકાસ અટકાવવા હાકલ કરી હતી, આજે તેમણે નિકાસ બંધ કરી દીધી છે, જેના માટે હું કેન્દ્રનો આભાર માનું છું.

તેમણે કહ્યું કે ટાસ્ક ફોર્સના વધુને વધુ લોકોના મંતવ્ય લોકડાઉન અંગે હતું. તેમણે કહ્યું કે થોડા દિવસોમાં જુદા જુદા વિભાગો સાથે ચર્ચા થશે અને કદાચ બુધવારે કેબિનેટની બેઠક મળશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પહેલેથી જ મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસ ને કારણે લોકડાઉન કરવાનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે એક-બે દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરવામાં આવશે. કદાચ બુધવારે કેબિનેટની બેઠક હશે અને તે પછી મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. હાઇકોર્ટે સુઓમોટો પણ કરી છે જેની આજથી સુનાવણી થશે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પક્ષકાર હશે.વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સુનાવણી હાથ ધરાય અને તેમાં સરકાર ની ઝાટકણી કઢાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્યની ગંભીર સ્થિતિ જોતા હાઇકોર્ટ કોઈ કડક આદેશ પણ કરે તો નવાઈ નહી..!

Back to top button