IndiaNews

પિતાની રોજની આવક ફક્ત 200 રૂપિયા,દીકરીએ કર્યું એવું કામ કે લોકો કહેતા જ રહ્યા આવી દીકરી તો નસીબદારને જ મળે,

આપણે કહીએ જ છીએ ને કે મન હો તો માળવે જવાય,આ કહેવત પંજાબની દીકરીએ ખરેખર સાબિત કરી બતાવી છે.તે દીકરીની સફળતા પર લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.અગાઉ જુલાઈમાં જાહેર થયેલ 12 માં ધોરણના પરિણામો જોઈને કામદાર પિતાની દીકરી જસપ્રીત કૌરે 99 % લાવી પિતાનું નામ રોશન કર્યું છે.

કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર આ સફળતા મેળવી છે,ખરેખર જસપ્રીતના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી કે તે ટ્યુશન ક્લાસીસ કરી શકે.જસપ્રીત કૌરે કહ્યું કે હું પોતાની નાની-નાની સમસ્યાઓને જાતે જ ઉકેલતી હતી.અને કદાચ જો કોઈ મોટી સમસ્યા સર્જાય તો હું સ્કૂલના શિક્ષકની મદદ લેતી.

આ સમસ્યાઓ વચ્ચે મે મારી સિદ્ધિ હાંસલ કરી છે.અભ્યાસની સાથે સાથે ઘરના કામમાં પણ હાથ બાંટતી.તેને 12 માંની મેરીટ લીસ્ટમાં સ્થાન પણ મેળવ્યું છે.પિતા વ્યવસાયે વાળંદ છે,રોજની કમાણી માત્ર 200 રૂપિયા જ છે.જસપ્રીતે આ પાછળની સફળતા અંગે જણાવતા કહ્યું કે 5-6 કલાક અભ્યાસ કર્યા બાદ જ આ સફળતા મેળવી છે.

Back to top button