healthIndia

Remdesivir ઇન્જેક્શન અંગે મોટા સમાચાર: એડીશનલ ચીફ સેક્રેટરીએ કહ્યું કે Remdesivir થી મોત અટકતું નથી કે ગંભીર દર્દીને રાહત મળતી નથી

દેશ સહીત રાજ્યમાં હાલ એક જ વાત ચાલી રહી છે… Remdesivir ઇન્જેક્શન ચારે બાજુ આ ઇન્જેક્શન મેળવવા માટે અફરાતફરી નો માહોલ છે. અમદાવાદમાં તો Zydus હોસ્પીટલમાં અડધી રાતથી જ ઇન્જેક્શન ખરીદવા માટે લાઈનો લાગી જાય છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો ઇન્જેક્શન લેવા અમદાવાદ ની Zydus હોસ્પિટલ આવી રહ્યા છે, ઘણા લોકો બ્લેકમાં 5 ગણા ભાવ આપીને પણ ઇન્જેક્શન ખરીદી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે.

મધ્યપ્રદેશ સ્વાસ્થ્ય વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરીએ કહ્યું કે કોરોના દર્દીઓ 10% હશે જેમને Remdesivir ઇન્જેક્શનની જરૂર પડશે. બાકીના 90% દર્દીઓને તેની જરૂર નથી અને આ માટે રાજ્ય સરકારે ભારતીય મેડિકલ કાઉન્સિલ (આઇએમસી) ને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ડબ્લ્યુએચઓની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ અને રિમેડિસિવિર ઇન્જેક્શન ફક્ત કોરોના પીડિતને જ આપવું જોઈએ.

સરકારના જણાવ્યા મુજ, રેમેડિસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ ફક્ત ખાસ સંજોગોમાં થવો જોઈએ, પરંતુ દરેક કોરોના દર્દીને ઇન્જેક્શન આપવું ખોટી વાત છે. એડિશનલ ચીફ સેક્રેટરી હેલ્થ મોહમ્મદ સુલેમાને કહ્યું કે રાજ્યમાં એવા દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે જેમને રેમેડિસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઈંજેક્શન જીવન બચાવતું નથી પરંતુ તેનો ઉપયોગ ફક્ત ખાસ સંજોગોમાં થવો જોઈએ.

સુલેમાનના જણાવ્યા મુજબ, આજ સુધી આ ઈંજેક્શનનો ઉપયોગ સરકારી હોસ્પિટલોમાં થતો ન હતો, પરંતુ હવે આ ઈંજેક્શનનો ઉપયોગ એઈમ્સ માર્ગદર્શિકા હેઠળ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ હાલમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળની હોસ્પિટલોમાં ઇન્જેક્શન લઈ જવામાં આવી રહ્યા છે. જેથી જરૂરીયાતમંદ દર્દીઓને ઇન્જેક્શન મળી શકે.

Tags
Back to top button