GujaratSouth GujaratSurat

સુરત: કોરોનાથી પિતાનું મોત અને પુત્ર કોરોના સામે લડી રહ્યો છે, પત્ની અને ગર્ભમાં રહેલ બાળકનું પણ કોરોનાથી મોત

ગુજરાત સહીત દેશભરમાં કોરોના ની બીજી લહેરે તબાહી મચાવી છે. કોરોના ને કારણે અનેક પરિવારો બર્બાદ થઇ ગયા છે. સુરત શહેરમાં ઘણા એવા કુટુંબો છે જેમના એકથી વધુ સભ્યોએ કોરોના ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.જીવ ગુમાવનારા ઘણા તેમના પરિવારના ગુજરાન ચલાવનારા હતા . ઘણા એકલા કમાતા સભ્યો હતા. કેટલાક પરિવારોમાં માતા,પત્ની અને પિતા, ભાઈ તેમજ કોઈની બહેને જીવ ગુમાવ્યો.

નવાગામમાં રામનગર સોસાયટીમાં રહેતા જયપ્રકાશ મૌર્ય એ કહ્યું કે સિવિલની કોવિડ હોસ્પિટલમાં વહીવટી બેદરકારી અને સારવારમાં વિલંબ થતાં માંરી પત્ની અને તેના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું. પત્નીના ગર્ભાશયમાં પાંચ મહિનાનું બાળક હતું, જેણે હજી સુધી આ દુનિયા જોઈ નહોતી.

દુનિયામાં આવતા પહેલા જ તેનું મોત થઇ ગયું. તબિયત ખરાબ થયા પછી મેં મારી પત્ની સોની મૌર્યા ને ગયા અઠવાડિયે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેને સામાન્ય ચેપ લાગ્યો હતો. જ્યારે ડોકટરોએ તપાસ કરી તો તે કોરોના પોઝીટીવ હતી. હોસ્પિટલમાં જ્યાં મારી પત્નીને દાખલ કરવામાં આવી હતી ત્યાં આજુબાજુ લાશો જ લાશો હતી.પત્નીએ મને કહ્યું હતું કે અહીંથી લાશો હટાવવામાં નથી આવતી.

આસપાસ લાશો જોઇને તે ગભરાઈ ગઈ હતી આથી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. 10 દિવસ સિવિલમાં દાખલ થયા પછી, મને કોલ આવ્યો કે તમારી પત્ની નું મોત થઇ ગયું છે. મારી સાત અને પાંચ વર્ષની બે પુત્રીઓ છે.

અન્ય કિસ્સા ની વાત કરીએ તો, પાંડેસરા હાઉસિંગ સ્થિત અરૂણ ઉદય સોસાયટીમાં રહેતા નરેન્દ્ર શર્માના પરિવારજનોએ બધુ ગુમાવી દીધું હતું. લગભગ 10 દિવસ પહેલા નરેન્દ્રએ તેની પત્ની અને પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ તે 7 એપ્રિલે પોતાના બે બાળકો સાથે વારાણસી ગામ જતા રહ્યા, તેમનું સુરતમાં પોતાનું ઘર પણ છે.

નરેન્દ્રના પડોશીઓએ જણાવ્યું કે તેઓ તેમના ગામ જતા રહ્યા છે. ફોન પર વાત કરતાં નરેન્દ્રએ કહ્યું કે લગભગ 8 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ મારા પિતા અને પત્નીનું અવસાન થયું હતું. નરેન્દ્રએ કહ્યું કે આ ક્ષણે હું ખૂબ જ આઘાત પામ્યો છું. આ સિવાય હું વધારે માહિતી આપી શકીશ નહી.

Back to top button