AhmedabadGujaratIndia

અમદાવાદીઓ ઉદયપુર ફરવા ગયા હતા, કાર ના બોનેટમાં આગ લાગી અને જીવ બચાવવા 5 લોકો…

રવિવારે ઉદયપુરમાં એક ચાલતી કારમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સેકંડમાં જ ભયંકર રૂપ ધારણ કર્યું. જો કે કારમાં સવાર ૫ લોકો સુરક્ષિત છે. તેઓ એ ચાલતી ગાડીમાંથી માંડ માંડ કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આ અકસ્માત સાયરા વિસ્તારમાં થયો હતો.

સાયરા પોલીસ મથકના અધિકારી દેવેન્દ્રસિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે કારવાળા પ્રવાસીઓ ગુજરાતથી ઉદેપુર આવ્યા હતા. રણકપુરની મુલાકાત લઈને તે પાછા ઉદયપુર આવી રહ્યા હતા. સેમડ ગામ નજીક શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. પહેલા બોનેટમાંથી ધુમાડો આવવા લાગ્યો હતો.

કારમાં સવાર લોકો કઇક સમજે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર ને ઝપેટમાં લઇ લીધી. કારમાં સવાર ૫ લોકોએ કારમાંથી કુદીને પોતાની જીવ બચાવ્યો હતો.કારમાં લાગેલી આગ જોઇને આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગળ વિકરાળ હોવાથી કાર બળીને ખાખ થઇ ગઈ હતી.

Back to top button