India

કોરોના દર્દી ને લઈને જતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, એમ્બ્યુલન્સ બળીને ખાખ

મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં એક દર્દીને લઈને જઈ રહેલી કોવિડ એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ એમ્બ્યુલન્સ ચાલકની સતર્કતા ને કારણે મોટો અકસ્માત સર્જાયો ન હતો. એમ્બ્યુલન્સ ડ્રાઇવરની સતર્કતા થી દર્દીનો જીવ બચી ગયો. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. આગને કારણે એમ્બ્યુલન્સ સંપૂર્ણ બળી ગઈ હતી. આગ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ટ્રાફિક પોલીસની સાથે ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.

ઉલ્લેખનીય છે એક મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ ખુબ જ વધી રહ્યા છે.રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ નોંધાયા છે અને ચેપગ્રસ્ત કેસોની કુલ સંખ્યા વધીન, 34,૦7,૨45. થઈ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. વિભાગે કહ્યું કે ચેપને લીધે 349 દર્દીઓનાં મોત બાદ મૃત લોકોની સંખ્યા વધીને 57,987 થઈ ગઈ છે.

રાજ્યમાં એક દિવસમાં કુલ 2,63,137 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. રાજ્યમાં હાલમાં 5,65,587 દર્દીઓની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં કોરોના ના 9,986 નવા કેસ નોંધાયા છે અને 79 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે મુંબઈમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 5,20,498 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા વધીને 12,023 થઈ ગઈ છે.

Back to top button