Gujarat

હાઇકોર્ટે બરાબર ના લીધા: રૂપાણી સરકારને કહ્યું, 27000 રેમડેસીવીર ઇન્જેક્શન આવે છે તો જાય છે ક્યાં?

ગુજરાતમાં કોરોના ના વધતા કેસ અને સરકાર ની બેદરકારી ને કારણે હાઇકોર્ટે સુઓમોટો કરવાની ફરજ પડી અને આજે તેની સુનાવણી થઇ હતી જેમાં સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર હતા. હાઇકોર્ટે અનેક મુદ્દે સરકાર ની ઝાટકણી કાઢી હતી.ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં કોરોના નિવારણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની માહિતી આપી હતી.

જો કે કોર્ટે સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે દરરોજ 27,000 રેમેડિસવાયર ઇન્જેક્શન આવે છે,તો ક્યાં જાય છે? લોકો લાઈનમાં કેમ ઉભા છે? એક જ જગ્યાએ ઇન્જેક્શન કેમ મળી રહ્યા છે? જો ગુજરાત સરકાર બેડ અને ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડતી હોય તો હોસ્પિટલોની બહાર 40 એમ્બ્યુલન્સ ની લાઈન કેમ લાગે છે?

આમાંય ગુજરાત સરકારના વકીલે અન્ય રાજ્યોની તુલના શરૂ કરી, ત્યારે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અન્ય રાજ્યો સાથે તુલના ન કરવી. આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીશું, આપણે ઘણા આધુનિક અને વિકસિત છીએ, છતાં આવી પરિસ્થિતિઓ છે.

મુખ્ય ન્યાયાધીશે ટેસ્ટીંગ માટે પણ સરકાર ને ઠપકો આપ્યો.કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે આરટીપીઆરસી પરીક્ષણના પરિણામો મેળવવા 4 થી 6 દિવસ કેમ લાગે છે?સામાન્ય લોકોને ૪ થી ૬ દિવસે રીપોર્ટ મળે છે. ખાનગી હોસ્પીટલમાં કેમ રેમેડિવાયવર ઇન્જેક્શન આપવામાં આવતું નથી. આ અંગે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે જો Zydus હોસ્પિટલની બહાર લાંબી લાઇનો હોય તો શું ફક્ત તેની પાસે જ કંટ્રોલ છે?

Back to top button