Gujarat

હાઇકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી: કહ્યું કે લોકો રામ ભરોસે, ઇન્જેક્શન લેવા લાઈનો, કેન્દ્ર સરકાર રાજ્યો માટે કઇક કરે નહી તો અમે….

ગુજરાતમાં કોરોના ને લઈને સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો ની સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાતની આરોગ્ય તંત્રની નિષ્ફળતાના અહેવાલોની ગંભીર નોંધ લેતા હાઇકોર્ટે સુઓમોટો કરવાની ફરજ પડી હતી. જસ્ટીસ કારીયા અને વિક્રમનાથ ની બેંચ આજે આ કેસની સુનાવણી કરી રહી હતી. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા હતા.

સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, ચૂંટણી માટે સરકાર પાસે બુથ વાઈઝ આંકડાઓ હોય છે તો તેનો ઉપયોગ કેમ નથી કરતા. તેનો ઉપયોગ કરો. મોલ અને દુકાનોમાં ભીડ ન થાય તેનું ધ્યાન રાખવા પણ સરકારને કહ્યું છે. ધાર્મિક સંસ્થાઓ તેમજ NGO દ્વરા કામગીરી કરાવવાનું કહેવાયું છે.

હાઇકોર્ટે કહ્યું કે દિવાળીમાં જેમ પ્રતિબંધો હતા તેમ અત્યારે પણ પગલા લેવા જોઈએ. ઇન્જેક્શન માટે લાઈનો છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવે ઇન્જેક્શન મળે છે. લોકો ભગવાન ભરોસે છે.સરકારની નીતિઓથી અમે નારાજ છીએ. લગ્નમાં ઓછા લોકોને મંજુરી આપવામાં આવે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર ને કામ આપવું જોઈએ નહી તો અમે આપીશું.

હાઇકોર્ટે ટેસ્ટીંગ અંગે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સામાન્ય માણસને ટેસ્ટીંગ માટે કેટલા દિવસ થાય છે તે ખબર છે ? લોકોને ઇન્જેક્શન માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. કેમ એક જ જગ્યાએથી ઇન્જેક્શન મળે છે ? રેમડેસીવીર કેમ મળતું નથી? રોજના ૨૭૦૦૦ ઇન્જેક્શન મળી શકે તો તે જાય છે ક્યાં?

Back to top button