GujaratNorth Gujarat

કડી: પોલીસકર્મી પપ્પા ને કહીને ગયો હતો, બપોરે આવીશ… અકસ્માત થયો અને મૃતદેહ આવ્યો ઘરે

પપ્પા હું બપોરે આવીશ એમ કહીને પોલીસકર્મી પુત્ર ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો અને થોડીવારમાં જ તેના પિતાને સમાચાર મળ્યા કે પુત્ર ને અકસ્માત નડ્યો છે.અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પિતા ત્યાં પહોંચ્યા.પુત્ર ને લોહીલુહાણ હાલતમાં જોઇને પિતાના ધ્રુજી ગયા. પિતા તાત્કાલિક પુત્ર ને હોસ્પિટલ લઇ ગયા હતા પણ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

પોલીસકર્મી કલ્પેશભાઈ ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કુતરું આડે આવતા તેને બચાવવા જતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી. બાઈક સ્લીપ થઈને ડીવાઈડર સાથે અથડાયું હતું જેથી કલ્પેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. કલ્પેશભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

મૃતક પોલીસ કલ્પેશભાઇ 2011 થી પોલીસમાં ફરજ બજાવતા હતા. કોરોના સમયગાળામાં પણ તેમણે ફરજ નિભાવી હતી. આજે પણ તેઓ પોતાની ફરજ બજાવવા માટે ઘરેથી નીકળ્યા હતા પણ અકસ્માતે તેમનો જીવ લઇ લીધો. અકસ્માતની થોડી મિનિટો પહેલા કલ્પેશભાઇ ચાવડાએ પપ્પા ને કહ્યું હતું કે પપ્પા હું બપોરે જમવા આવીશ.

Back to top button